સુરત, કોરોનાશ્વને કારણે રેલવે તંત્ર દ્વારા ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જેમાંથી ઘણી બધી ટ્રેનો ધીરેધીરે શરુ કરવામાં આવી છે ત્યારે કફોડી અપડાઉન કરનારા હજારો રેલવે યાત્રીઓ માટે બંધ થયેલ ટ્રેનોની સેવા ફરીથી શરુ કરવા માટે ડી.આર.યુ,સી.સી મેમ્બર સનીત પટેલ દ્વારા સુરત સ્ટેશનના ડાયરેકટર અને ડી.આર.ઍમને કરી છે. 

દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત રેલવે સ્ટેશનશ્વથી અપડાઉન કરે છે. પરંતુ કોરોનાને કારણે ટ્રેનો બંધ થઈ જતા અપડાઉન કરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. રેલવે તંત્ર દ્વારા હવે ધીરેધીરે ઘણી બધી ટ્રેનો શરુ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ થયેલી ટ્રેનોની સેવા ફરીથી શરુ કરવા માટે ડી.આર.યુ.સી.સી મેમ્બર સનીત પટેલ દ્વારા સુરત સ્ટેશન ડાયરેકટર અને ડી.્‌આર.ઍમને રજુઆત કરવામાં આવી છે.

ડી.આર.યુ.સી.સી મેમ્બર સનીત પટેલશ્વે રજુઆત કરતા જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના કારણે ૨૨ માર્ચથી રેલવે યાત્રી ટ્રેનો બંધ કરવામાં આવી છે. જેમાંથી ઘણીબધી ટ્રેનો રેલવે મંત્રાલય અને સરકારના આદેશથી પુનઃ શરુ કરવામાં આવી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં રહેતા જુદા જુદા વર્ગના લોકો મોટી સંખ્યામાં રોજગારી અર્થે ટ્રેનોમારફતે સુરતથી અપ ડાઉન કરે છે. છેલ્લા છ મહિનાથી અપ ડાઉન કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્ના છે. હાલની પસ્થિર્તિમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હોય તેવા સંજાગોમાં રેલવે યાત્રીઓઍ ખાનગી વાહનોથી રોજગાર અર્થે અવર જવર કરવી પડે છે.જેનો આર્થિક બોજા વધુ પ્રમાણમાં પડે છે. ઘણાને નોકરી અને રોજગારી ઉપર સીધી અસર પડે છે.