અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ ૧થી૮ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન લઈને બાકીના વિષયો ગુણ પ્રથમ સત્રાંતના મૂલ્યાંકન પરથી આપી દેવાની રજૂઆત કરી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સંક્રમણ હજી વધશે તેવી ભીતિને પગલે બોર્ડની પરીક્ષા પાછળ ઠેલવા માગ કરવામાં આવી છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને પરિસ્થિતિ વિકટ છે. મૃત્યુદર દિવસે ને દિવસે વધતો જાય છે. જેને જાેતાં હાલમાં ૧૦ મેથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા સ્કૂલનો સ્ટાફ સંક્રમિત થાય તેવી દહેશત છે. બીજી લહેરમાં કોરોના બાળકોને શિકાર બનાવી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં પિડીયાટ્રિક વોર્ડ ઊભો કરવાની ફરજ પડી રહી છે. જેથી વાલી મંડળની માગણી છે કે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા જૂન માસમાં લેવામાં આવે.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકુફ

કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂક કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી એક મહત્વપૂર્ણ ર્નિણય કરતા ૧૨ એપ્રિલથી શરૂ થતી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ વિધાર્થીઓને હવે ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવાનો ર્નિણય કર્યો છે, પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે આજથી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ ૧૨ એપ્રિલથી માત્ર ઓફલાઈન પરીક્ષા જ લેવાની હતી. પરંતુ સરકારના ર્નિણય બાદ હવે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો પણ વિકલ્પ આપવામાં આવશે. આજથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન પરિક્ષા અંગે રજિસ્ટ્રેશન કરી શકશે.

ગુજરાત યુનિવર્સીટીમાં ઉપકુલપતિ સહિત ૮ લોકો કોરોના સંક્રમિત

ગુજરાત યુનિવર્સીટીમાં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા આગામી બુધવાર સુધી અધિકારીઓ-કર્મચારીઓને વર્ક ફોમ આપવામાં આવ્યુ હતું. તેમજ બુધવાર સુધી કાર્યાલય બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. યુનિવર્સીટી.દ્વારા હાલ ટાવર બિલ્ડીંગના મુખ્ય કાર્યાલયમાં તમામ અધિકારી-કર્મચારીને ઘરેથી કામ કરવા માટે સૂચના અપાઈ છે. તેમજ કેમ્પસ પણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાની હાલની સ્થિતિ ધ્યાને લઈને સરકાર દ્વારા વિવ્બીધ પગલા લેવામાં આવી રહ્યા છે.