કોરોના કોઈનો સગો નથી! એ આવે ત્યારે કોઈ નાતજાત-ઊંચનીચ જાેતો નથી. પોતાનાં શિકારને ઝડપી લે છે. આજે ફ્રંટલાઇન પર કામ કરતાં વોરિયર્સ આપણાં માટે ઈશ્વર અને અલ્લાહ બંને છે. સમાજને એકજૂટ કરીને કોરોના સામે લડત આપવાની તાતી જરૂર છે. કોરના આપણી એકતા સામે નથી ટકી શકવાનો. આણંદના આ યુવાનોએ આ વાત સાબિત કરી દેખાડી છે. કોરોના કાળમાં આજે સૌથી વધુ સધિયારાની, હિંમતની, મદદની જરૂરત કોરોનાના દર્દીઓના સંબંધીઓને છે. તેઓથી ગભરાઈને એકલાં પાડી દઈશું તો સમાજ તૂટવા માંડશે. કોરોનાના દર્દીનાં સંબંધીઓ પડખે આ રીતે સમાજ ઊભો થઈ જશે તો એ દિવસ દૂર નથી કે, આ ચાઇનિઝ કોરોનાને પણ આપણે દરવાજાે દેખાડી દઈશું. સેલ્યૂટ છે આ મુસ્લિમ બાંધવોને.