ઇસ્લામાબાદ-

છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાનમાં હિંદુ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અને પાકિસ્તાનમાં વિવિધ હિંદુ મંદિરો ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી રહી છે. મંદિરની અંદર ભગવાનના ફોટો ફાડી નાખવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે ભગવાનની મુર્તીઓને પણ તોડી નાખવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા આ પ્રકારની ઘટનાનો ભારતીય હિંદુ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા દિવસોમાં પાકિસ્તાનમાં હિંદુઓના અનેક મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં કટ્ટરપંથિઓના સમુહે એક બાળક ઉપર પૈગંબરની નિંદાનો આરોપ લગાવ્યો છે અને એક પ્રાચીન મંદિરમાં તોડફોડ કરી હતી. લ્યારી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કટ્ટરપંથિઓની ભીડે પહેલા હિંદુઓ ઉપર નિંદાનો આરોપ લગાવ્યો હતો અને પછી કેટલાક લોકોએ પ્રાચીન મંદીરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિઓને પણ કટ્ટરપંથીઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી.

કટ્ટરપંથીઓએ કોઈપણ સબૂત વગર હિંદુ બાળક ઉપર નિંદાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનીક હિંદુ સમુદાયે આરોપ લગાવ્યો છે કે તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિર કરાચીના ભીમપુરા વિસ્તારના લી માર્કેટમાં આવેલું છે. આટલુ જ નહીં મંદિરની અંદરના ફોટો અને મુર્તીઓને પણ તોડી પાડવામાં આવી છે. છેલ્લા 8 દિવસમાં હિંદુ મંદિરોમાં તોડફોડની આ ત્રીજી ઘટના બની છે.

જણાવી દઈએ કે હિંદુઓ અને તેમના મંદિરો ઉપર થઈ રહેલા હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. કરાચીની ઘટના પહેલા સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં આવેલું નાગારપારકરમાં ઉગ્રવાદીઓએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી દીધી હતી.