વડોદરા,તા.૧૫  

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વાડી ચોખંડી અને સમા તળાવ ખાતે વેરા માફી અને પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઈને દેખાવો યોજવામાં આવ્યા હતા. પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના ખોળે બેસી જય પાર્ટી લાઈનથી વિરુદ્‌ધ વેરા માફીના બદલે વેરા વળતરને સમર્થન કરનાર વિપક્ષી નેતા ઘોડા છૂટી ગયા પછીથી જ્ઞાન લાધ્યું હોય એમ હવે એનો વિરોધ કરીને વેરા માફીની માગ

કરી રહ્યા છે.

આ સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા વેરા માફી અને ભાવવધારાને લઈને સમા-ચૌખંડીમાં દેખાવો યોજાયા હતા.જેમાં શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે સમા અને વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે ચૌખંડીમાં આગેવાની લીધી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની હાજરી માં વોર્ડ નંબર ૨,૩,૪માં વોર્ડ પ્રમુખ હરીશ પટેલ, હેરી ઓડ, અજય સટીયા ઇન્ચાર્જ દ્વારા સમાં તળાવ ખાતે તથા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની આગેવાનીમાં વોર્ડ નંબર ૭,૧૩,૧૪માં વોર્ડ પ્રમુખ ૭,૧૩,૧૪ ઇન્ચાર્જ પ્રમુખ વિપુલ રાણા,રાજુ મકવાણા,તીર્થ બ્રહ્મભટ્‌ટ ઇન્ચાર્જ અમરભાઈ ઢોમસે દ્વારા કાૅંગ્રેસ કાર્યકરો સાથે કોરોના વાયરસની મહામારીમાં પ્રજાના મિલકતવેરાની માફી, લાઈટ બિલની માફી, સ્કૂલ અને કોલેજની ફી માફી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાની માંગને લઈને વિરોધ પ્રદશન કર્યું હતું.

જેના અંતર્ગત ત્રણ ત્રણ વોર્ડની ટીમ બનાવી કોંગ્રેસના કાર્યકરોએ પ્રજાની વચ્ચે જઈને પ્રજા હિતમાં પ્રજાના પ્રશ્નો માટે સરકારની ઉઘાડી લૂંટના વિરોધમાં વિરોધ પ્રદશન કર્યું હતું. મહામારીને લઈને આર્થિક મોરચે લડી રહેલી જનતા પર અનેક પ્રકારના વેરા ટેક્સ અને ઉપરથી દુકાળમાં અધિકમાસની જેમ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જનતાના માથે ઠોકી દેતી અસંવેદનશીલ સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યાએ જનતાની કમર તોડી રહી છે.