નડિયાદ : સરકાર ઊર્જા ક્ષેત્રનું ખાનગીકરણ કરવા માગે છે. તેનાં વિરોધમાં ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના વડપણ હેઠળ આજે તા. ૨૬ના રોજ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે કર્મચારીઓએ દિવસભર કાળી પટ્ટી ધારણ કરીને બપોરના સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહીને વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણના સરકારના ર્નિણયના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.