વડોદરા : રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આઠ જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબિબને તેમને મળવા પાત્ર લાભોથી છેલ્લા ૧૦ વર્ષથી વંચિત રાખી યોગ્ય કાર્યવાહી સરકારના આલા અમલદારો ન કરતાં જી.એમ.ઇ.આર.એસ.ના ૧૦૦૦ જેટલા તબિબોનો રોષ અને નારાજગી ચરમ સીમાએ પહોંચી. જેથી આ તબિબોએ સરકારની તબિબ વિરોધીનિતિ સામે બાયો ચઢાવી છે અને કોવિડના કપરા કાળમાં હડતાલનું રણશિંગું ફુક્યું છે. જેના ભાગરૂપે આજે રાજ્યની આઠ જી.એમ.ઇ.આર.એસ.ના તબિબોએ સામુહિક હડતાલ ઉપર ઉતરીને નોન કોવિડની કામગીરીથી અલિપ્ત રહ્યા હતાં. જાે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આવતી કાલથી કોવિડ વોર્ડમાં આરોગ્ય સેવા નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જી.એમ.ઇ.એર.એસ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતાં તબિબ તથા નિર્સ્િંાગ કર્મચારી એસોસિયેશન દ્વારા ગત તા.૫મી એપ્રિલ ૨૦૨૧ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તથા આરોગ્ય વિભાગ સમક્ષ મુળભૂત મળવાપાત્ર હક્કોથી છેલ્લા ૧૦ વર્ષથી વંચિત રાખવામાં આવ્યા હોવાથી અવાર નવાર તબક્કાવાર રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં પણ તબિબો દ્વારા તેમજ કેટલીકી પડતર માંગણીઓ જેવી કે સી.પી.એફ., પ્રમોશન, સાતમા પગાર પંચનો લાભ સહિત અન્ય માંગણી મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આરોગ્ય વિભાગમાં બેઠેલા આલા અમલદારો દ્વારા કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. અને ખોટા અને મોટા દિલાસો આપી હથેળીમાં ચાંદ બતાવી રહ્યા છે. જેને લઇને જી.એમ.ઇ.આર.એસ.ના તબિબ સ્ટાફમાં ભારે અસંતોષની લાગણી વ્યાપી છે. જેથી રાજ્યની જી.એમ.ઇ.આર.એસ.ની મેડીકલ કોલેજમાં તબિબો સામુહિક નિર્ણય લઇ સરકારથી નિતિનો વિરોધ નોંધાવી હડતાળનું આંદોલન છેડ્યું છે. જેનાભાગરૂપે ગોત્રી મેડિકલ કોલેજના તબિબો આજે નોન કોવિડની ડ્યુટીથી અલિપ્ત રહ્યા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો.