વડોદરા,તા.૨૩

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોરોનાની મહામારી વધતા શહેરના સયાજીબાગ-કમાટીબાગ સહિતના તમામ ૧૧૭ ગાર્ડન અને ઝૂ સહિતના સ્થળો બંધ રાખવાનો તાજેતરમાં ર્નિણય લેવામાં આવ્યો હતો. પાલિકાના શાસકોના આ તઘલખી ર્નિણય સામે જે તે દિવસથી જ શહેરીજનોમાં ભારે નિરાશા અને રોષ વ્યાપી રહ્યો છે.ખાસ કરીને મોર્નિંગ વોકર્સ દ્વારા આ અંગે વિરોધ દર્શાવીને માત્ર મોર્નિંગ-ઇવનિંગ વોક કરનારાઓ માટે સવાર અને સાંજ ચોક્કસ કલાકો નિર્ધારિત કરીને બાગ બગીચાઓને ખુલ્લા રાખવાની માગ કરવામાં આવી હતી.પરંતુ તંત્રના બહેરા કાને આ વાત અથડાઈને પરત ફરી હતી.જાે કે એ પછીથી રોજ સવારે કમાટીબાગ ખાતે ભેગા થતા મોર્નિંગ વોકર્સ દ્વારા બાગ ખોલાવવાને માટેના પ્રયત્નો જારી રાખવામાં આવ્યા હતા.પરંતુ ના તો શાસકો ના તો તંત્ર દ્વારા તેઓની વાત કાને ધરવામાં આવી નહોતી.બલ્કે જડનિયમને વળગી રહીને એનું અમલીકરણ કરવામાં આવી રહ્યું હતું.આથી આક્રોશમાં આવેલા મોર્નિંગ વોકર્સના ગ્રુપ દ્વારા સવારના સમયે કમાટીબાગ ખાતે એકત્ર થઈને તંત્રના નિયમ અને જડ વલણ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરીને દેખાવો યોજી સુત્રોચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ તાકીદે કમાટી બાગને મોર્નિંગ વોકર્સને માટે ખુલ્લો મુકવાની માગ કરી હતી. જાે આ બાગ ખોલવાને માટેનો વહેલી ટકે ર્નિણય લેવામાં આવશે નહિ તો હજુ વધુ ઉગ્ર આંદોલન અને દેખાવો કરવાની ચીમકી મોર્નિંગ વોકર્સ દ્વારા ઉચ્ચારવામા આવી હતી. જેને લઈને હવે મોર્નિંગ વોકર્સને માટે બાગબગીચાઓ ખોલવાને માટે તંત્ર -શાસકો અને મોર્નિંગ વોકર્સ આમને સામને આવી ગયા છે.