અમદાવાદ-

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં ભયજનક વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સીજનમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશના હેલ્થ વિભાગ દ્વારા આજે સત્તાવાર રોગચાળાના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ડેન્ગ્યુ અને ટાઇફોડના કેસો નોધયા છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં સાફસફાઈની બૂમરાડ આવી રહી છે. સાફસફાઇ યોગ્ય રીતે નહીં કરતાં રોગચાળો વકરવાની પણ અનેક સમસ્યાઑ ઊભી થઈ છે જેમાં મચ્છરજન્ય રોગચાળો અમદાવાદમા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. મચ્છરથી થતાં રોગો જોઈએ તો સાદા મેલેરિયાના 87 કેસ, જેરી મેલેરિયાના 9 કેસ, ડેન્ગ્યુના 179 કેસ અને ચિકનગુનીયાના 91 કેસ નોધાયા છે. મચ્છરનો ઉપદ્રવ વધતાં હોસ્પિટલોમાં પણ લાઈનો લાગી રહી છે. અનેક વિસ્તારોમાંથી સાફ સફાઈ યોગ્ય રીતે નહીં થવાની પણ ફરિયાદો આવતી હોય છે દવાના છંટકાવ યોગ્ય રીતે થતો નથી સાફ સફાઈ બાદ જે જગ્યાઓ પર પાવડર નાખવાની પણ કામગીરી કરવાંમાં આવતી નથી. તો ફોગિગની કામગીર પણ ધીમી થઈ રહી છે.

પાણીજન્ય રોગોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 98 કેસ, કમળાના 73 કેસ, ટાઇફોડના 115 કેસ અને કોલેરાના 00 કેસ આજે છે. જે જગ્યાઓ પર થી કેસો મળી આવ્યા છે તે તમામ વિસ્તારોમાં જરૂરી દવાના પેકેટ અને આરોગ્ય રથ પણ મૂકવામાં આવ્યો છે. પાણીના નમૂના લઈ અને લેબ ટેસ્ટ કરવવામાં આવી રહ્યા હોવાનું મ્યુનિસિપલ તંત્ર કહી રહ્યું છે. સાથે સાથે જે જગ્યાઓ પર થી ડેન્ગ્યુના કેસો મળી આવ્યા છે તે આસપાસની જગ્યાઓ પર મચ્છર બ્રિડિંગ મળી આવે છે તે જગ્યાને સાફ કરી અને ત્યાં દવાનો યોગ્ય છંટકાવ કરવામાં આવ્યો છે.