કોલકત્તા-

પશ્ચિમ બંગાળના જલપાઇગુરી જિલ્લાના ધૂપગુરી શહેરમાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં છે. ગાઢ ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતા સર્જાતા આ અકસ્માત થયો હતો. ધુમ્મસ એટલું ગાઢ હતું કે સામેથી આવતા વાહનો એક બીજાને જોઈ શક્યા નહીં અને એકબીજા સાથે ટકરાયા. આ અકસ્માતમાં પથ્થરોથી ભરેલી ટ્રક પણ સામેલ થઈ હતી, જે અથડામણ બાદ કેટલાક વાહનોને ટક્કર આપી હતી, જેના કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં છે.

આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આવી જ એક ઘટના મંગળવારે પણ ધુમ્મસને લીધે ઉત્તર પ્રદેશના મથુરા યમુના એક્સપ્રેસ વે પર પણ આવા જ અકસ્માતો થયા હતા. મંગળવારે સવારે બે અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.