વડોદરા, તા.૨૫  

વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે તા.૨૬મી જાન્યુઆરીના રોજ ૭૨મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું વડોદરા સ્થિત કુબેર ભવન પાછળના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારના ૯ વાગ્યે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્વજવંદન કરાવશે. તેઓ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ પરેડનું નિરીક્ષણ કરશે. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણથી કાર્યક્રમનું સમાપન થશે. આમંત્રિતોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.આજરોજ તા.૨૫મીના રોજ આ કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતુંુ. રિહર્સલ પ્રસંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.આર.પટેલ, પ્રાંત અધિકારી વિજય પટણી અને વિવિધ કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.