અમદાવાદ-

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલ પાસે ન્યુ કિડની હોસ્પિટલ નિર્માણ પામી રહી છે. જેથી નવી બની રહેલ ન્યુ કિડની હોસ્પિટલની નીતિન પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ પાસે નિર્માણ પામી રહી છે. હોસ્પિટલને કારણે અત્યાધુનિક કિડની હોસ્પિટલ અમદાવાદને મળશે. ન્યુ કિડની હોસ્પિટલને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે નીતિન પટેલે કામગીરીની સમીક્ષા કરી હતી. નિર્માણ પામી રહેલી કિડની વિભાગમાં અધ્યતન સુવિધાઓ મળશે. નોંધનીય છે કે 800 બેડની કિડની હોસ્પિટલનું નિર્માણ કામ ચાલી રહ્યુ છે.