દિલ્હી-

ગોવાના ડેપ્યુટી સીએમ ચંદ્રકાંત કવલેકર વિવાદમાં ફસાઇ ગયા છે. ડેપ્યુટી સીએમના મોબાઇલ ફોનમાંથી વોટ્‌સએપ ગ્રૂપ પર અશ્લીલ મેસેજ મોકલ્યાના સમાચારથી હડકંપ મચી ગયો છે. હવે ડેપ્યુટી સીએમે વાહિયાત દાવો કરતાં કહ્યું કે પોલીસની પાસે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ફોન હેક થઇ ગયો હતો. તેમણે કહ્યું કે જે સમયે ફોનમાંથી મેસેજ મોકલવામાં આવ્યો હતો ત્યારે તેઓ સૂતા હતા. આની પહેલાં ગોવામાં ભાજપની સહયોગી રહેલ ગોવા ફોરવર્ડ પાર્ટીએ પોલીસમાં વરિષ્ઠ મંત્રીના વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ મૂકયો હતો.

ડેપ્યુટી સીએમ એ દાવો કર્યો કે જે સમયે તેમના મોબાઇલમાંથી મેસેજ મોકલવાની વાત કહી રહ્યા છે તે સમયે તેઓ સૂતા હતા અને ફોન તેમની પાસે નહોતો. તેમણે ગોવા પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરતા કહ્યું કે તેમનો ફોન હેક થઇ ગયો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી મોકલવામાં ઉપયોગ કરાયો. કવલેકરે કહ્ય્šં કે ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે કથિત મેસેજને એ કેટલાંય વોટ્‌સએપ ગ્રૂપમાંથી માત્ર એક પર જ મોકલાયો હતો જેમાં હું એડ હતો.

તેમણે કહ્યું કે વીડિયો કેટલાંક ગુનાહિત ઇરાદાની સાથે જાણીજાેઇને મારા નામની સાથે જાેડી રહ્યા હતા. અશ્લીલ મેસેજ વિલેજીસ ઓફ ગોવા નામના વોટ્‌સએપ ગ્રૂપમાં મોકલાયો હતો. જીએફપીની મહિલા વિંગ એ કહ્યું કે તેને યૌન ઉત્પીડન મનાશે. કારણ કે ગ્રૂપમાં કેટલીય મહિલાઓ, કાર્યકર્તા, અને સરકારી અધિકારી જાેડાયેલા છે. ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે આઇટી એકટની કલમ 67 અને 67 એની સાથે આઈપીસીની કલમ 354 એની અંતર્ગત કેસ નોંધાવાની માંગણી કરી.