વડોદરા, તા.૨૬ 

ચાણસદ ગામની જમીનનું બાનાખાત લખી લઇને વિધવા ખેડૂતને પૈસા નહીં ચુકવનાર ડે.મેયર જીવરાજ ચૌહાણે સત્તાના મુદ્દમાં આવી દલીત સમાજના ધર્મગુરુને ગાળો આપી ટાંટીયા તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી મોબાઇલ પર આપી હતી. આ અંગે દલીત સમાજના ધર્મગુરુ સુનીલ ઉર્ફે પેન્ટર સોલંકીએ પાદરા પો.સ્ટે.માં ખેડૂત વિધવા અને પોતાની પર ખતરા સાથે જાનનું જાેખમ હોવાનું જણાવી અરજી આપી છે અને આ અરજીની નકલ જિલ્લા પોલીસ વડા અને વડોદરા રેન્જ ડીઆઇજીને આપતા પાદરા પી.આઇ. કરમુરેએ અરજીની તપાસ હાથ ધરી છે.

પાલિકાના ભાજપા પાર્ટીના ડે. મેયર જીવરાજસિંહ ચૌહાણ એક બિલ્ડર્સ પણ છે અને તેઓએ પાદરાના ચાણસદ ગામે ખેડૂત વિધવા રેવાબેન નટવરભાઇ વણકરની જમીન ખરીદવા બાનાખાત લખી લઇને વિધવાને પુરતાં નાણા ચુકવ્યા નથી અને આ અંગે વિધવાએ પોતાના દલીત સમાજના ગુરુગાદી પરના ધર્મગુરુ સુનિલકુમાર ઉર્ફે પેઇન્ટર મનુભાઇ આચાર્યને પોતાની સાથે ડે.મેયર અને દલીત આગેવાન જીવરાજ ચૌહાણે કરેલી ઠગાઇની ફરિયાદ કરી પોતાને મદદ કરવા જણાવેલું આથી દલીત સમાજના ધર્મગુરુ સુનિલકુમાર આચાર્યએ ગત તા.૨૩મી જુલાઇએ ડે.મેયર જીવરાજ ચૌહાણને મોબાઇલ પર આ અંગે વાત કરતા દલીત અગ્રણી ડે.મેયર જીવરાજસિંહ ચૌહાણ ઉશ્કેરાઇ ગયા હતાં અને ધર્મગુરુને આ વિષયમાં તને કોઇ વાત કરવાનો અધિકાર નથી કહીને ગાળાગાળી કરી હતી અને તુ મારો બોસ છુ તું મને ઓળખતો નથી હું વડોદરાનો ડે.મેયર છું મારૂ નામ જીવરાજ ચૌહાણ છે હું કાઠીયાવાડી છું તું હવે વડોદરા કેવો આવે છે તે હું તને બતાવું છું તારા ટોંટીયા તોડી નાખીશ આ વાતમાં પડીશ તો તારે જીવથી હાથ ધોવો પડશેનું કહીં મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમગ્ર વાતચીત અને ધમકીનો ઓડિયો ક્લિપ રજુ કરીને ધર્મગુરૂ સુનિલકુમાર આચાર્યએ પાદરા પોલીસને અરજી આપી હતી અને ડે.મેયર જીવરાજ ચૌહાણ શાસક ૫ક્ષના રાજકીય વગ ધરાવતાં હોય દલીત સમાજના ગરીબોની પીડાતોની શોષીત લોકોની જમીનો પડાવી લઇને બાનાખાત, કબ્જાપાવતી, કુલમુખત્યાર લઇને અસામાજીક પ્રવૃત્તિઓ કરે છે અને સત્તાના મદમા છકી જઇને અમોને તેમજ દલીત ખેડૂત વિધવાને કોઇ પણ નુકસાન કરાવશે તેવી દહેશત હોય આ માથાભારે ઝનુની સ્વભાવના ભાજપાનેતા સામે રક્ષણ મેળવવા મારી ફરિયાદ નોંધી એફ.આઇ.આર નોંધશોનું જણાવ્યું હતું. આ ફરિયાદની નકલ ડી.એસ.પી. અને રેન્જ ડી.આઇ.જી.ને પણ સુપરત કરી છે.