૧૦ દિવસ સુધી પૂજા-અર્ચાના કરીને આગતા-સ્વાગતા સાથે ગણેશજીની મૂર્તિઓની ભક્તો દ્વારા સ્થાપ્ના કરવામાં આવે છે. છેલ્લા દિવસે મૂર્તિઓને વિસર્જીત કરાતાં અનેક મૂર્તિઓ ખંડિત અને બીસમાર હાલતમાં જાેવા મળી રહી છે. શહેરમાં નવલખી મેદાન ખાતે સૌૈથી મોટું કૃત્રિમ તળાવ બનાવવામાં આવતા આ તળાવમાં સૌથી વધારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના થોડા દિવસો બાદ કૃત્રિમ તળાવમાં અનેક શ્રીજીની પ્રતિમાઓ ખંડિત તેમજ બીસમાર હાલતમાં જાેવા મળી હતી.