અમદાવાદ-

ગીતામંદિરમાં રહેતી ૩૭ વર્ષીય મહિલાનો પતિ અવાર નવાર જબરદસ્તી કરી શારીરીક સંબંધ બાધતો હતો. જેના કારણે મહિલા ગર્ભવતી બની હતી. તેમ છતા પણ હવસખોર પતિ ગર્ભવતી હોવા છતા પણ શારીરીક સંબંધ બાધતો હતો. આવા હવસખોર પતિથી તંગ આવીને મહિલાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ગીતામંદિરમાં રહેતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતી ૩૭ વર્ષીય મહિલાએ ૨૦૨૦માં એક યુવક સાથે વકીલની હાજરીમાં ફૂલ હારથી લગ્ન કર્યા હતા.લગ્નબાદ મહિલા પતિ સહીત સાસરીયાઓ સાથે રહેવા ચાલી આવી હતી. જાે કે પિયરજનોની મંજુરી વિના લગ્ન કર્યા હોવાના કારણે પતિ જણાવતો હતો કે, હું તને સારી રીતે રાખીશ ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દવું તેવુ કહી પ્રેમ ભરી વોતો કરતો હતો. જાે કે લગ્નના થોડા દિવસો પછી નાની નાની વાતોમાં ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતુ. જેથી મહિેલાએ તેના માતા-પિતાને આ અંગેની જાણ કરી ત્યારે માતા-પિતાએ જણાવ્યુ હતુ કે, તને કીધુ હતુ કે છોકરો સારો નહી તે એની પ્રેમભરી વાતોમાં આવીને લગ્ન કેમ કરી લીધા. જેથી મહિલા મુંગા મોઢે બધુ સહન કરતી રહી હતી. જાે કે પતિ અવાર નવાર સાડી પહેરવા તથા ઘરના કામ બાબતે ઝઘડો કરતો હતો. લગ્નબાદ પતિ અવાર નવાર મહિલા સાથે જબરદસ્તીથી શારીરીક સંબંધ પણ બાધતો હતો. જેથી મહિલા ગર્ભવતી બની હતી. દરમિયાન ગર્ભવતી મહિલા સાથે પણ પતિ અવાર નવાર જબરદસ્તી કરી શારીરીક સંબંધ બાંધતો હોવાથી મહિલાને પેટમાં તથા ગુપ્તભાગમાં દુખાવો થતા ડોક્ટરને બતાવવા ગઈ ત્યારે ડોક્ટરે સોનો ગ્રાફી કરાવતા મહિલાને શેક તૂટી ગયો હોવાનું જણાવ્યુ હતુ અને આરામ કરવાનું કહ્યુ હતુ. તેમ છતા પણ હવસખોર પતિ જબરદસ્તી શારીરીક સંબંધ બાધતો હોવાથી મહિલાએ તંગ આવીને તેના પતિના વિરુદ્ધમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નબાદ સાડી પહેરવાનું અને ઘરનું બંધુ કામ કરવા સાસરીયાઓ દબાણ કરતા હતા તથા નોકરીનો પગાર પણ માંગી લેતા અને અવાર નવાર ત્રાસ આપતા હતા. જેથી મહિલાએ આવા ત્રાસથી તંગ આવીને થોડા દિવસ પહેલા શરદીઓની દવાઓ ખાઈ લીધી હતી. જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવાનો વારો આવ્યો હતો. ત્યારે મહિલા તેના સાસરીયાઓના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી હતી.