બાયડ : બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા પગીયાના મુવાડા ગામના પેટાપરામાં થઈ પરમેશ્વર કોરી અને પદ્માવતી કોરીથી પસાર થઇ જતો રસ્તો અરવલ્લી જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલ વક્તાપુર અને ખડક ગામોને જોડે છે.આ રસ્તો આઝાદીના સમયથી આજદિન સુધી પાકો બનાવવામાં આવ્યો નથી.ગ્રામજનો દ્વારા સત્તાધીશોને વારંવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઇ પ્રતિસાદ મળ્યો નથી. આ રસ્તો બે જિલ્લાઓને જોડતો રસ્તો છે. જે પગીયાના મુવાડાના પેટાપરા સાથે સાથે મહિસાગર જિલ્લાના છેવાડાના બે ગામો જે સંપૂર્ણ રીતે સાઠંબા ઉપર ર્નિભર છે.આ રસ્તાને સાઠંબાની બાજુમાં આવેલ કોરી ઉદ્યોગ દ્વારા ઓવરલોડ વાહનો ફરતા હોવાના કારણે રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જાય છે. દર વર્ષે ગામલોકો સ્વખર્ચે રસ્તાનું રીપેરીંગ કામ જેવું કે ( ડસ્ટ અને કાંકરો) મટીરીયલ નાખીને રસ્તો આવા જવા લાયક બનાવે છે. પરંતુ કોરીઉદ્યોગો દ્વારા ઓવર લોડિંગ ગાડીઓના કારણે રસ્તાની બિસ્માર હાલત થતી હોય છે તેવું ગામ લોકોનું કહેવું છે.વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સરકાર તેમજ આ લગતા વળગતા અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં આનું કોઈ પણ જાતનો કોઈ નિરાકરણ આવ્યું નથી. આ રસ્તા ઉપર ફરતાં ભારે વાહનોના કારણે દર ચોમાસામાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં કેટલાય પ્રજાજનો તેમજ વાહન ચાલકોને અકસ્માત પણ નડતા હોય છે. જો આ અંગે લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.સરકાર તેમજ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ પ્રજાજનોની વાત સાંભળવામાં આવે અને તેનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.