ડભોઇ : રનાળી પંથક તેમજ મેવાસ વિસ્તારમાં નર્મદાના પાણી ના પુરે તારાજી સર્જાતા હજારો એકર જમીનમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોનો ઊભો પાક નાશ પામતાં જમીન નું ધોવાણનું લઇને લાખોના નુકસાનથી ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો હતો.  

ડભોઇ તાલુકાના કરનાળી પંથકમાં પાણીના પુરની સ્થિતિ ને લઇ ને ખેતીને મોટું નુકસાન થવા પામ્યું હતુ. સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક પાણીના કારણે ચાંદોદ પંથક સહિત મેવાસ વિસ્તારના ખેતરોમાં પૂરના પાણી એ તારાજી સર્જી છે. નદીના પુર ખેતરોમાં ફરી વળતાં ખેડૂતો નો હજારો એકર જમીનમાં તૈયાર કરેલો પાક પૂરના પાણીના કારણે ધોવાઈ જવા અને બળી જવા પામ્યો છે. નર્મદા નદીના પુર ના ઝપાટા ના કારણે ખેડૂતોની જમીનનું પણ વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે. ત્યારે સરકાર દ્વારા સર્વે હાથ ધરાય અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ ઉચ્ચારી રહ્યા છે. આ પૂરના પાણી હજારો એકર જમીનમાં ફરી વળતાં ડભોઇ તાલુકાના ચાંદોદ પંથકના નંદેરીયા, ભીમપુરા, સણોર, દરિયાપુરા સહિત મેવાસ ના કરનાળી, પીપળીયા, વડીયા જેવા ગામોના ખેડૂતોએ ૫ હજાર એકર ઉપરાંત જમીનમાં તૈયાર કરેલ કેળા, તુવેર, કપાસ તેમજ રોકડીયો પાક પૂરના પાણીએ વિનાશ સર્જાતા ધોવાઈ જવા અને બળી જવા પામ્યો હતો.