વડોદરા, તા.૨૯ 

વડોદરા રેલવે સ્ટેશન પાસે આજે સવારે કર્ણાવતી કોવિડ-૧૦ સ્પેશિયલ ટ્રેનના ડબ્બા એકાએક એન્જીનથી છુટા થઇ ગયા હતા. જાેકે ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. માત્ર બે ડબ્બા સાથે એન્જીન આગળ દોડી ગયાનો વિડિયો બનાવી એક મુસાફરે પોતાના ટ્‌વીટર પર વાઇરલ કરતા રેલવેની ટીમ તુરત દોડી આવી હતી. અને ફરી ડબ્બા જાેડીને ટ્રેનને રવાના કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ જઇ રહેલી કર્ણાવતી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય સવારે ૬.૫૦ કલાકે વડોદરા આવી હતી અને દરમિયાન વડોદરા સ્ટેશનથી રવાના થઇ હતી. દરમિયાન વડોદરાથી વિશ્વામિત્રી સ્ટેશન વચ્ચે એન્જીન પછીના ડબ્બા એકાએક છુટા પડી ગયા હતા. અને એન્જિન બે ડબ્બા સાથે આગળ દોડી ગયું હતું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વિકાસ શર્માના નામના મુસાફરે વિડિયો ઉતારી તેના ટિ્‌વટર પર વાઇરલ કર્યો હતો. આ અગેની જાણ થતાં જ રેલવેની ટેકિ્‌નક ટીમ સહિતનો સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો અને છૂટા પડેલા ડબ્બાઓને ફરી જાેડીને ટ્રેનને રવાના કરાઇ હતી. જાેકે ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જાેકે આ ઘટનાને પગલે ટ્રેન લગભગ અડધો કલાક મોડી પડી હતી. 

આ ઘટના સંદર્ભે વડોદરા રેલવે ડિવિઝનના પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યું હતું કે સવારે મુંબઇ તરફ જવા માટે નિકળેલા કર્ણાવતી એક્સપ્રેસના ડબ્બા વડોદરા-વિશ્વામિત્રી વચ્ચે છૂટા પડી ગયા હતા. રેલવે દ્વારા તેને પાર્ટીંગ કહેવામાં આવે છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવેની ટીમ તુરત દોડી ગઇ હતી. અને છુટુ પડેલ પાર્ટીંગ જાેઇન્ટ કરીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક તપાસ કમિટી બનાવવામાં આવી છે. જાેકે, સદ્‌ભાગ્યે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી.