છોટાઉદેપુર

પાવીજેતપુર રેન્જના વનવિભાગમાં લાકડાની તસ્કરી ખૂબ વધી ગઈ હોય, જેમાં પાકી બાતમી આધારે પાવીજેતપુર વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સમગ્ર સ્ટાફ રંગલી ચોકડી પાસે કોસીયા જવાના રસ્તા ઉપર વોચમાં ગોઠવાઈ ગયો હતો. આ સમયે ટાટા કેમ્પર મોબાઈલ ગાડી જી.જે.-૦૬-૬૬૬૦ આવતા વન વિભાગના કર્મચારીઓએ અટકાવી તપાસ કરતાં ગાડીની અંદર થી ૧,૦૦,૦૦૦ રૂપિયા જેટલો ખેરના લાકડા નો માલ હતો, પાસ પરમીટ અંગે પૂછતા તેઓ પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિશન હતી નહીં. તપાસ કરતા સંખેડાના રહીશ બિલાલભાઈ બેલીમ આ લાકડાની તસ્કરી કરતા હતા જેઓની અટકાયત કરી છોટાઉદેપુર રેન્જમાં મોકલી તેમજ ખેરના લાકડાં ભરેલી ગાડી પાવી જેતપુર રેન્જ મા રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાકડાની તસ્કરી કરતા બિલાલ બેલીમની ૧,૦૦,૦૦૦/- ના ખેરના લાકડા તેમજ ૪૦ હજારની ટાટા મોબાઈલ ગાડી મળી કુલ ૧,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરના લાકડાની તસ્કરી કરતા ઇસમની ગાડી સાથે ધરપકડ થઇ હતી.