રાજકોટ, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલ ઈમ્પીરિયલ પેલેસ હોટેલ ખાતે ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. જેમાં હોટલના ૬૦૫ નંબરના રૂમમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. દરોડામાં પોલીસે જુગાર રમતા ૧૦ શખ્સને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે રિસેપ્શનિસ્ટ પ્રીતિ પટેલની અટકાયત કરી છે. જ્યારે ફરાર આરોપી હોટેલના મેનેજર જાેન કોશની શોધખોળ હાથ ધરી છે.શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલ ઈમ્પીરિયલ પેલેસના છઠ્ઠા માળે આવેલા સ્યુટ રૂમ નંબર ૬૦૫માં ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડી ૧૦ પત્તાપ્રેમીઓની ૧૦ લાખ રોકડ સહિત ૩૫ લાખથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન હોટેલ મેનેજર અને રિસેપ્શનિસ્ટની સંડોવણી સામે આવતા તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસ દરમિયાન રિસેપ્શનિસ્ટ પ્રીતિ પટેલની અટકાયત કરી અન્ય ફરાર આરોપી હોટેલ મેનેજર જાેન કોશની શોધખોળ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં સોહીલ કોઠીયાના નામથી રૂમ નંબર ૬૦૫નું બુકિંગ કરવામાં આવ્યું હતું. જે આઈડી પ્રૂફ હોટેલ મેનેજર જાેન કોશ દ્વારા રિસેપ્શનિસ્ટ પ્રીતિ પટેલને મેઈલ મારફત મોકલવામાં આવ્યું હતું.નરેન્દ્રસિંહ કે વિપુલભાઇ નામથી કોઇ આવે તો તેમને પ્રવેશ આપવા મેનેજર તરફથી સૂચના અપાઇ હતી.