રાજકોટ- 

રાજકોટમાં સ્ટુડિયો સંચાલકને ધમકી આપવા મુદ્દે જાણીતા ભજનિક હેમંત ચૌહાણની પોલીસે અટકાયત કરી હતી. જાે કે બાદમાં જામીન પર છૂટકારો થયો હતો. થોડા દિવસ પહેલા હેમંત ચૌહાણની કથિત ઓડિયો ક્લીપ વાઇરલ થઈ હતી. રાજકોટમાં શિવ સ્ટુડિયોના ભાવિનભાઈ ખખ્ખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગાયક કલાકાર હેમંત ચૌહાણ વિરુદ્ધ અરજી કરી હતી. જેના આધારે પોલીસે અટકાયત કરી હતી.

મહત્વનું છે કે વર્ષ ૨૦૧૫માં હેમંત ચૌહાણ દ્વારા ફરિયાદીને ફોન પર પગ ભાંગી નાખવાની અને માર મારવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારે આ અરજી એ ડિવિઝનમાં ટ્રાન્સફર થતાં પોલીસે હેમંત ચૌહાણની અટકાયત કરી હતી. હેમંત ચૌહાણે ધમકી આપી હોવાનું સામે આવતા ચાહકોમાં ચર્ચાએ જાેર પકડ્યું છે.

શિવ સ્ટુડિયોવાળા ભાવીનભાઈ ખખ્ખરે જણાવ્યું હતું કે ઓડીયો કલીપ વાઈરલ થયા પછી મે પોલીસને અરજી કરી હતી. તે બાદ ઘણા દિવસો પછી કાર્યવાહી થઈ કે ન થઈ તે જાણવા આરટીઆઈ કરી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે અરજીના આધારે અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.