અમદાવાદ, દેશની રાજધાની દિલ્હીમાં હાલ રાજ્ય ભરના ખેડૂતો કૃષિ બિલ અંગેના કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ કાયદાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહરે માં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ છે. નોંધપાત્ર છે કે કોંગ્રેસના વિરોધના પગલે ગાંધીઆશ્રમ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવતા પોલીસે કલેક્ટર કચેરીની કૂચ પહેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. 

તો આ તરફ ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો. કોંગ્રેસનું કહેવું છે કે, મોદી સરકારના રાજમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે. જેથી ખેડૂતો દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.