વડોદરા

વડોદરા રેલવે સ્ટેશન પર અલગ અલગ સમયે આવેલી ટ્રેનોમાંથી ઉતરેલા મુસાફરોની રેલવે પોલીસે તપાસ કરી હતી જેમાં સરકારી ગાઈડલાઈન મુજબ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા વિના જ આવી ગયેલા પાંચ મુસાફરોની પોલીસે જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી.

રેલવે પોલીસે ગઈ કાલે બપોરથી વડોદરા રેલવે સ્ટેશન પર આવતી વિવિધ ટ્રેનોમાંથી ઉતરેલા મુસાફરોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પ્લેટફોર્મ-૩ પર બરૌની –બાન્દ્રા અવધ એક્સપ્રેસમાંથી ઉતરેલા મોહંમદઅનવરખાન અબ્દુલરસીદ ખાન (હાથીખાના,અંસારી મેન્શન, મુળ રતલામ, મધ્યપ્રદેશ) તેમજ સ્વરાજ સ્પેશ્યલ એક્સપ્રેસમાંથી ઉતરેલા હરીશચંદ્ર ગણેશભાઈ ગૈાણ (કરચિયા રેલવે ફાટક પાસે,અમીન સ્ટ્રીટ), ભૈામિક ઘનશ્યામ કડિયા (અયોધ્યાનગર, ગોત્રીરોડ), બાન્દ્રા-જમ્મુતાવી એક્સપ્રેસમાંથી ઉતરેલા પીઓપીના કારીગર મોહંમદઉંમર આશિકદૈાલા ખાન (ગૈારી કંપાઉન્ડ, ગોરેગાંવવેસ્ટ, મુંબઈ) અને લાકડાના વેપારી રામઉજાગીર સર્વજીત ચૈાધરી (હાલ ગૈારી કમ્પાઉન્ડ, મુંબઈ મુળ ખલીદાબાદ, ઉત્તરપ્રદેશ)એ ગુજરાત સરકારના આદેશ મુજબ અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવતા અગાઉ ફરજિયા આરટીપીસીઆર ટેસ્ટ ફરિજયાત હોવા છતાં આરટીપીસીઆર ટેસ્ટ નહી કરાવ્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી.

આ પાંચેય મુસાફરોની રેલવે પોલીસે અટકાયત કરી તેઓની મુસાફરીની તમામ વિગતો મેળવી હતી અને તેઓની સામે કોવિડ-૧૯ મહામારી અનુસંધાણમાં રાજ્ય સરકારના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.