બોડેલી : વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ તથા છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત - નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારઓને સુચનાઓ આપવામાં આવી હતી. જે આધારે છોટાઉદેપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડની સુચના અને માર્ગદર્શન મુજબ બોડેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.સરવૈયા તેમજ સ્ટાફના પોલીસ કર્મીઓ નાઈટ રાઉંડ પેટ્રોલીંગમા હતા તે સમય દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કુંદનપુર ત્રણ રસ્તા પાસે એક સફેદ કલરની ટવેરા ગાડીાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૧૭૮ કિ.રૂ .૮૧,૨૬૦ ના પ્રોહી મુદામાલ સાથે (૧) દીપાભાઈ પસનાભાઈ ભુરીયા રહે - મકવાડ આંબા ફળીયા તા - સોઢવા જી - અલીરાજપુર મધ્યપ્રદેશ (૨) અરવિંદભાઇ ખુમાનભાઇ સેમલ રહે - મથવાડ આંબા ફળીયા તા - સોઢવા જી - અલીરાજપુર મધ્યપ્રદેશ (૩) રાવજીભાઇ રામસીંગભાઇ ભુરીયા રહે - મકવાડ આંબા ફળીયા તા - સોઢવા જી - અલીરાજપુર મધ્યપ્રદેશ (૪) દિનેશભાઇ આરસીયાભાઇ સેમલા રહે - મકવાડ આંબા ફળીયા તા - સોઢવા જી - અલીરાજપુર મધ્યપ્રદેશ, આમ ચાર ઇસમો ની ધરપકડ કરી હતી. 

સાથે ટવેરા ગાડી કિ.રૂ .૪,૦૦,૦૦૦ તથા એક બજાજ પલ્સર મો.સા. કિ.રૂ .૯૦,૦૦૦ તથા મોબાઈલ નંગ -૪ ની કિ.રૂ .૯૦૦૦ ગણી કુલ કિ.રૂ. ૫,૮૦,૨૬૦ નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝાંખરપુરા ગામેથી કારમાંથી ૯૪હજારનો દારૂ પકડાયો

બોડેલી તાલુકાના ઝાંખરપુરા ગામ પાસે નર્મદા કેનાલ રોડ પર એક સફેદ કલરની ઈક્કો ગાડીમાંથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૧૮૯ રૂ.૯૪,૬૨૫ તેેેમજ ઇકો ગાડીની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળીને કુલ રૂ.૨,૪૪,૬૨૫ નો મુદ્દામાલ કબજે કરેલ છે