પાદરા.તા.૭ 

ગતરાત્રે વડોદરા એસ.ઓ.જી પોલીસે પાદરા થી સોખડાખુર્દ અને બિલ ગામ વચ્ચે થી પસાર થતો એક પીક અપ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો તેની તપાસ કરતા તેમાં શંકાસ્પદ સરકારી અનાજ હોવાનું બહાર આવ્યું હતું સમગ્ર ઘટનાના પગલે એસ.ઓ.જી પોલીસે શંકાસ્પદ અનાજના જથ્થાને ઝડપી પાદરા પોલીસે લાવવામાં આવ્યો હતો જેમાં બે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના પગલે આ અનાજ સરકારી છે કે કેમ તે બાબતે તપાસ કરવા અને તેનો અભિપ્રાય મેળવવા માટે એસ.ઓ.જી પોલીસે પાદરા મામલતદાર પુરવઠા વિભાગને લેખિતમાં જાણ કરી હતી જેમાં પાદરા પુરવઠા અધિકારી દ્વારા તમામ પ્રકારે તપાસ કરવામાં આવી હતી.

સોખડાખુર્દ ગામે આવેલ એક સરકારી અનાજની દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી જ્યાં પોલીસે શંકાના આધારે કયા ગોડાઉન ઉપર થી માલ નીકળ્યો છે તેની પણ શંકાસ્પદ રીતે જાણકારી આપી હતી છતાં પણ પાદરા પુરવઠા વિભાગે મીડિયા ને પણ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.