લખનઉ-

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક ડોક્ટરની હત્યાને લઈને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.પ્રિયંકાએ ટિ્‌વટ કરીને લખ્યું, “સીતાપુરમાં એક ડોક્ટરને તલવારથી છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આવી ઘટનાઓ રાજ્યના નાગરિકોના મનમાં ભય પેદા કરી રહી છે, સામાન્ય લોકોની સુરક્ષા વ્યવસ્થા ખરાબ હાલતમાં છે અને સરકાર ખોટા પ્રચાર સિવાય કશું કરી રહી નથી.” સીતાપુર જિલ્લાના હરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મંગળવારે એક તબીબની તેના ક્લિનિકમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ સંદર્ભે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

સીતાપુરના પોલીસ અધિક્ષક આર પી સિંહે જણાવ્યું, “તેમના ઘરેથી ક્લિનિક ચલાવતા બીએચએમએસ ડોક્ટર મુનેન્દ્ર પ્રતાપ વર્મા પર આરોપી અચ્છે લાલ વર્માએ તીક્ષ્ણ હથિયારથી અનેક વખત હુમલો કર્યો હતો.જેને કારણે તેનું મોત થયું હતુ અને પુત્રને બચાવવા જતા ડોક્ટરના પિતા પણ ઈજાગ્રસ્ત થયા છે.” ઉતરપ્રદેશમાં માતા કમલા હોસ્પિટલ ધરાવતા ડો.મુનેન્દ્રની કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તલવાર વડે હુમલો કર્યો હતો.જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઉપરાંત પુત્રને બચાવવા ગયેલા પિતા પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે હાલ,ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.