આણંદ : રિમોટ લોકેશન પર પાવર વગર કામ કરી શકે એવા સાધનોની તાતી જરૂરિયાત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)ના યુગમાં દેખાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો નવા નવા ઇનોવેટિવ કોન્સેપ્ટ દ્વારા અલગ-અલગ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

પ્રો.જાનકી ચોટાઈ ઇન્સ્ટ્રૂમેનટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ (IC) ડિપાર્ટમેન્ટ, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, વાસદમાં GTUથી પીએચડી કરી રહ્યાં છે, જેમને પ્રો.યાસુશી તકેમુરા, યોકોહામા નેશનલ યુનિવર્સિટી, જાપાનના સહયોગથી એક એવો સંશોધન કર્યું છે કે, જેના દ્વારા ઇલેક્ટ્રોનિક્સ મેગ્નેટિક ફિલ્ડ દ્વારા સેન્સર કામ કરે છે. એ સેન્સર મેગ્નેટિક ફિલ્ડ દ્વારા પાવર પણ જનરેટ કરીને સાથે-સાથે સ્પીડ માપનનું કરવાનું કાર્ય પણ કરે છે.

તેની અંદર જે સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે તેને વિંગેન્ડ સેન્સર તરીકે ઓળખવામાં આવે છે. આ સંશોધનમાં પ્રો. યાસુશી તકેમુરાએ સારી એવી માર્ગદર્શન પૂરું પાડયું છે. તેનો ઇનોવેટિવ આઇડિયા થકી આની ડિઝાઇન તૈયાર કરી છે. પ્રો. યાસુશી તકેમુરા દ્વારા આ ડિવાઈસ પ્રો. જાનકી ચોટાઈ તેમના સંશોધનમાં મદદરૂપ થાય તે માટે વિંગેન્ડ સેન્સર પૂરું પાડવામાં આવેલ છે.

પ્રો. યાસુશી તકેમુરાના સહયોગથી પ્રો. જાનકી ચોટાઈ, આ.સી. વિભાગની લેબનો ઉપયોગ કરી આ ક્ષેત્રમાં તલસ્પર્શી અભ્યાસ કરી એક નવો ડિવાઇસ તૈયાર કર્યો છે, જે કોઈ પણ પ્રકારના પાવર વગર રોટરી એપ્લિકેશનમાં મેગ્નેટિક ફિલેડ દ્વારા સ્પીડનું માપન કરી શકે છે. આ કાર્ય પર એક રિસર્ચ પેપર “Single-Bit, Self-Powered Digital Counter using a wiegand sensor for Rotary Application.”તૈયાર કર્યું છે, જે વિશ્વની એક નામાંકિત જનરલ MDPI-સ્વિટઝર્લેન્ડમાં પ્રકાશિત થયું છે.

આ રિસર્ચ વર્ક માટે સંપૂર્ણ આર્થિક સહાય પ્રો. યાસુશી તકેમુરા દ્વારા જાપાન સોસાયટી ઓફ પ્રમોશન ફોર સાઇન્સ (JSPS)ની ગ્રાન્ટ અંતર્ગત પૂરી પાડવામાં આવી છે.