વલસાડ, રાજયના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે વલસાડ જિલ્લાર કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે ઉમરગામ તાલુકાના વિવિધ વિકાસકામોના આયોજન અંગે બેઠક યોજી હતી. ઉમરગામ તાલુકામાં જર્જરિત થયેલ ૬૭ આંગણવાડીઓનું નવીનીકરણ સરકારના આદિજાતિ વિકાસ યોજના, મનરેગા, સાંસદની ગ્રાન્ટ , ધારાસભ્યઓની ગ્રાન્ટન તેમજ ઉમરગામ જી. આઇ. ડી. સી. ઔદ્યોગિક એકમોના સી.એસ. આર. ફંડના સહયોગથી નવી બનાવવા માટે આયોજન કરાયું છે. ઉમરગામ તાલુકામાં અન્ય વિકાસ કામોમાં એકલવ્યી મોડેલ સ્કૂઆલ, એન.આર. આઇ. સ્કૂમલ, સાયન્સક કોલેજ, છાત્રાલય, મામલતદાર કચેરીના નવા મકાનના બાંધકામ, આગામી ચોમાસા પહેલાં નવા રસ્તામ તેમજ રસ્તાઇના રીકાર્પેટીંગ, કલગામ ખાતે ૬૬ કે. વી. ના વીજસ્ટેહશનના બાંધકામ તેમજ તાલુકામાં પ્રાથમિક આરોગ્યં કેન્દ્ર ના જે મકાનોને રીપેરીંગને જરૂર છે તેવા મકાનો રીપેર કરવા બાબત જેવા વિવિધ વિકાસકામોના આયોજન માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરી તેનો રિપોર્ટ જિલ્લાસ કલેકટરશ્રીને આપવા જણાવ્યું્‌ હતું.મંત્રીએ વલસાડ જિલ્લા ના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં આગામી દિવસોમાં પીવાના પાણી માટે જયાં ઓવરહેડ ટેન્કા, ટેન્કલરોની જરૂર હોય ત્યાં જરૂરી વ્ય વસ્થાજ કરવા પાણી પુરવઠા વિભાગને જણાવ્યુંય હતું.