ડભોઇ ઃ ડભોઇ તાલુકાનું યાત્રાધામ કરનાળી ખાતે આવેલ સુપ્રસિશ્દ્ધ યાત્રાધામ કુબેરભંડારી દાદા ના દર્શાનાર્થે ભક્તો નું મહેરામણ ઊમટ્યું હતું આજે બુધવારી આમાસ સાથેજ સર્વ પિતૃ શ્રાધ્ધ હોય આ દિવસ નર્મદા સ્નાન અને મહાદેવ પૂજા પિતૃ ના આત્માની શાંતી માટે મહત્વનું હોય છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યો માથી પણ ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ડભોઇ તાલુકાનું પવિત્ર યાત્રાધામ કુબેરભંડારી કરનાળી ખાતે નર્મદા નદીકિનારે આવેલું છે પિતૃ ની આત્માની શાંતી માટે નર્મદા કિનારે પિંડ દાન સહિત નારણબાલી જેવી અનેક વિધિ પૂજા કરી ભક્તો પોતાના પિતૃ ની આત્માની શાંતી માટે પ્રાથના કરતાં હોય છે હાલ ભાદરવા માસ માં શ્રાધ્ધપક્ષ ચાલતો હતો ત્યારે તેમજ આજે સર્વ પિતૃ શ્રાધ્ધ અમાસ અને સાથે સાથે બુધવારી અમાસ હોય ડભોઇ કરનાળી સ્થીત કુબેરભંડારી મંદિર ખાતે ભક્તો નું મહેરામણ ઊમટ્યું હતું હતું. આજ ના દિવસે નર્મદાનદી માં સ્નાન કરી ભગવાન ભોળાનાથ ની પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃધ્ધિ મળતી હોવાની માન્યતા ને ધ્યાન માં રાખી સંખ્યા બંધ ભક્તો એ કોરોના ગાઈડલાઇન નું પાલન કરી કુબેરભંડારી દાદાના દર્શન કરી ધન્યતા અનુભાવી હતી દૂધ, તલ, કાળા તલ, ફૂલ સહિત ની વિવિધ સામગ્રી થી ભગવાન ની પૂજા અર્ચના પણ ભક્તો દ્વારા રજનીભાઈ પંડ્યા કરવામાં આવી હતી.તો સંચાલક મંડળ દ્વારા કોરોના ગાઈડલાઇન નું આવનાર ભક્તો પાલન કરે તેની ખાસ તકેદારી રાખવામા આવી હતી. સર્વ પિતૃ શ્રાધ્ધનિમિત્તે પિતૃ ની આત્માની શાંતી માટે પાર્થના પણ કરવામાં આવી હતી કુબેર ભંડારી મંદિર ખાતે ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજયોમાં થી પણ ભકતો દર્શન કરી ધન્યતા અનુભાવી હતી.