વડોદરા, તા.૩

અકોટા સ્ટેડિયમમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ જેના વક્તા પૂજ્ય શ્રી વ્રજરાજ કુમાર જી મહોદય શ્રી છે. કથાના ચોથા દિવસે હજારોની સંખ્યા માં ભાવિકશ્રોતાઓ કથામાં ઉમટી પડ્યા હતા. આત્મકલ્યાણ માટે શું કરવું ? પ્રભુને કેવા ભક્ત પ્રિય હોય છે ? વગેરે વિષયો પર પૂજ્ય શ્રી એ પ્રકાશ પાડ્યો હતો. પૂજ્ય શ્રી એ સમજાવ્યું કે ભગવાનને અદ્વિષ્ટા ની ભક્તિ ગમે છે અને દ્વેષ, ઈર્ષા વગરના ભક્તો પ્રિય છે અને આપણે કોઈને અગર સુખ નથી આપી શકતા તો તેનાથી ઈર્ષા અને દ્વેષ નહીં કરવું જાેઈએ. કોઈની ઉન્નતી થતી હોય કોઈને ખુશી થતી હોય એ સહજ ભાવથી જાેઈ શકનાર બહુ જ ઓછા લોકો હોય છે. કોઈને આગળ વધતા જાેઈને કોઈની ખુશીમાં ખુશ થાય અને દુઃખીમાં દુઃખ થાય આવા લોકો પ્રભુને પ્રિય હોય છે.

ઈર્ષા દ્વેષ આપણને જેનાથી થાય છે એને કશું ફરક પડવાનો નથી પણ આપણે એના કારણે નકારાત્મક થઈ જતા હોઈએ છીએ, વ્યવહાર આપણો નકારાત્મક થઈ જાય છે અને આપણા અંતઃકરણ પર પણ એનો પ્રભાવ પડે છે, અને આવા નકારાત્મક વ્યક્તિને પ્રભુ પ્રાપ્તિ તો દૂર ની વાત છે કારણકે પ્રભુ ઉત્તમ વસ્તુ ના મુકતા છે. સહજાનંદીત પ્રસન્ન મન વાળા ભક્ત એમને ગમે છે. દ્વેષ નકારાત્મકતા ઈર્ષાવાળું નહીં અને આપણે મનુષ્યની કમજાેરી માનીએ છે કે મનનું એક વિકાર પણ ઘણીવાર આપણા દુઃખનું કારણ બનતું હોય છે. ઘણી વાર બીજા ની ખુશી એ આપણા દ્વેષ ભાવ ના કારણે આપણા દુઃખનું કારણ બનતું હોય છે. કોઈની ખુશીમાં ખુશ થવું અને તેને આગળ વધતા જાેઈને આપણે પણ ખુશ થવું, આ આપણો મૂળ સ્વભાવ હોવો જાેઈએ અને પ્રભુને આવા જીવો બહુ ગમે છે. તો પૂજ્ય શ્રી વ્રરાજકુમારજીએ સમજાવ્યું કે ઈર્ષા કરતા સામે વાળા ના ગુણોને અપનાવીએ અને જીવનમાં એનાથી શીખ અને લાભ લઈએ તો આપણું જીવન પણ ખુશહાલ બને છે, નહીં તો ઈર્ષા દ્વેષ ના લીધે આપણું આખું જીવન વ્યર્થ થતું હોય છે. જ્યારે જ્યારે ઈર્ષા ભાવ જાગૃત થાય ત્યારે મનની દિશા સકારાત્મકતા તરફ ફેરવી લેવી જાેઈએ કારણ કે ઈર્ષા, દ્વેષ અને ક્રોધ બીજા કોઈને નહીં પણ પોતાની જાતને જ નુકસાન પહોંચાડતો હોય છે.