ગાંધીનગર-

પ્રથમ વખત ડીજીપીની કોમ્મેન્ડેશન ડિસ્ક ગુજરાત પોલીસ અધિકારીઓ અને માણસોને એનાયત કરવામાં આવશે. ડીજીપી અને સમિતિના સભ્યોએ ૧૧૦ અધિકારીઓ/પોલીસ મેન ની વિવિઘ પરિબળો આધારિત પંસંદગી કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારના ગૃહ વિભાગના અગાઉ કરેલા ઠરાવ અનુસાર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં નિમાયેલી સમિતિ દ્વારા તમામ સંવર્ગના 110 પોલીસ અધિકારીઓની તેમની પોલીસ વિભાગની ફરજ દરમિયાન બજાવેલી ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવા બદલ ડીજીપીની કોમ્મેન્ડેશન ડિસ્ક માટે પસંદગી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ 27 જુલાઈ અને સોમવારે 12 કલાકે ગુજરાત રાજ્ય પોલીસ એકેડમી ગાંધીનગર ખાતે યોજાશે. ડીજીપીની કોમ્મેન્ડેશન ડિસ્ક માટે પસંદ થયેલા તમામ અધિકારીઓ ફર્સ્ટ ડ્રેસ, સ્લીવ્સ રોલ્ડ અપ, પી-કેપ, ક્રોસબેલ્ટ, સ્કાર્ફમાં કાર્યક્રમમાં હાજર થશે.