સુરત-

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કાપોદ્રા વિસ્તારમા મુખ્ય કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીએ જણાવ્યું હતું કે લોકડાઉનના પગલે વીજ કંપનીએ ૭૨ કરોડ રૂપિયાની ગ્રાહકોને રાહત આપી છે. ડીજીવીસીએલના ૧૯ લાખ ગ્રાહકોને ૧૦૦ યુનિટ માફીનો લાભ આપવામાં આવ્યો છે.

માસિક ૨૦૦ યુનિટ વપરાશ ધરાવનાર વીજ ગ્રાહકોને ૧૦૦ યુનિટ માફી અને ફિક્સ ચાર્જ માફીનો લાભ આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રહેણાંકના ૨૬ લાખ વીજ ગ્રાહકો છે.અધિકારીએ જણાવ્યું કે દરેક ગ્રાહકની ફરિયાદ છે કે વીજ બિલ બહુ વધારે આવ્યુ છે. પરંતુ ઉનાળાના ચાર મહિના અને મોટા ભાગનો સમય લોકો ઘરમાં હતા. તેથી આખો દિવસ ટીવી,પંખા,એસીનો વપરાશ વધ્યો હતો.