ગાંધીનગર-

લોકોને માતાના નામે ઓળખ આપનાર ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં આવ્યો છે. કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોએ એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ છે છતાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બગલાં બહાર મોટી સંખ્યામાં લોકો તેના ઘરની બહાર ભેગા થયા હતા. રાજ્યમાં હાલના તબક્કે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ધનજી ઓડના નિવાસસ્થાને લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટિ્‌સંગનો અભાવ જાેવા મળ્યો હતો. કોરોનાની મહામારીમાં લોકોને એકબીજાથી દુર રહેવા સોશિયલ ડિસ્ટનસ જાળવવું જરૂરી છે પરંતુ ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે પોતાના ઘરે માતાના નામે લોકોને ભેગા કર્યા હતા.

ઘટના અંગે ચાંદખેડા પોલીસ આ બાબતથી અજાણ હતી. જાે આવી રીતે ભીડને નહિ રોકવામાં આવે તો કોરોના મોટી સંખ્યામાં ફેલાઈ શકે છે. આ સમગ્ર હકિકત મીડિયાના અહેવાલના પગલે ચાંદખેડા પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ એકઠા થયેલા લોકો ભાંગી ગયા હતા અને ચાંદખેડા પોલીસે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ઘરેથી પોલીસે સ્ટેશન લાવી જાહેરનામાનો ભંગ અને એપીડમેનિક એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના ઘરે ભેગા થયેલા લોકોની પોલીસે વીડિયો પર ઓળખ કરી જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ કોરોના દુર કરવા લોકોને કોઈ મંત્ર આપતા હોવાનો દાવો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જે મામલે પણ પોલીસે ઢબુંડી માતાની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે.