વાઘોડિયા : કોરોના મહામારીમાં વાધોડિયા તાલુકા સ્થિત ધિરજ હોસ્પિટલના સંચાલકો દ્વારા સરકારી બેડ પર વધુ દર્દીઓ બતાડવાના ચકચારી બનાવમાં તપાસ ચાલી રહી છે.હવે વધુ દર્દીઓ દર્શાવીને નાણાં મેળવી લેવાના તેમજ હોસ્પિટલ દ્વારા પેશન્ટ ઓછા હતા મેળવેલ ઓક્સિજન ક્યાં ગયો સહિત તમામ મામલે તપાસ બાદ ચોંકાવનારી હકીકત બહાર આવે તેવી શક્યતા છે.જાેકે, તપાસ બાદ પોલીસ ફરીયાદ સહિત કડક કાર્યવાહી થશે કે કેમ? તે આવનાર દિવસોમાં જ સ્પષ્ટ થશે. કોરોના મહામારી નો લાભ લઇ વાઘોડિયાની ધીરજ હોસ્પિટલના લાલચુ સંચાલકોએ સરકારને ચુનો ચોપડી કરોડોના બિલો કાગળ પર બતાવી રિતસરની લુંટ ચલાવી હોવાનું કૌંભાડ પ્રકાશમા આવ્યુ છે. કોરોના હોસ્પીટલની મંજુરી મળતા ખાલી બેડ ભરેલા બતાવી સરકારના નાંણા ખંખેરવાનો ખેલ તંત્રના નાક નીચે ચાલતો હતો. એક વિઝિટ દરમ્યાન ડૉ. વિનોદ રાવે જ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો. હોસ્પીટલ ડમી દર્દિઓ બતાવી રાજ્ય સરકાર પાસેથી ઓક્સીજન અને રેમડેસિવીર ઈન્જેક્શનોનો જથ્થો મંગાવતા આ જથ્થો ક્યાં સગેવગે થયો તે બાબત તપાસ દરમ્યાન બહાર આવશે. હોસ્પીટલની મોનીટરીંગ માટેના અઘિકારીઓએ કરેલી કામગીરી પણ શંકાના દાયરામા આવી છે. ૫૩ દિવસ સુઘી ૮૦% દર્દિઓના કોઈ પણ ડોક્યુમેન્ટ આપ્યા નહિ ત્યાં સુઘી તંત્રએ કેમ કોઈ પગલા લિઘા નહિ, હોસ્પીટલ વડોદરાની જીજીય્ હોસ્પીટલ અને ગોત્રીના દર્દિઓને ખાલી બેડ હોવા છતાં દાખલ કરતી ન હતી, તો શું જેઓએ સારવાર કરાવી તે સરકારી ફ્રિ બેડનો પણ પે દર્દિઓ જાેડે ચાર્જ વસુલ્યો. . ? એક તરફ કોરોના દર્દિઓ હોસ્પીટલમા બેડ માટે,દવાઓ માટે, ઓક્સીજન માટે વલખા મારી રહ્યા હતા.બીજી બાજુ સુમનદિપ સંચાલિત ઘિરજ હોસ્પીટલના કોરોના વોર્ડમા ૨૦૦ બેડ ખાલી હોવા છતા તેને ભરેલા બતાવી હોસ્પીટલે માનવતા નેવે મુકી હતી, આમ છતા આજ બેડ પર ડમી દર્દિઓ કાગળ પર બતાવી સરકાર પાસેથી કોરોડો રુપીયા વસુલ્યા હતા. હોસ્પીટલના કર્મચારી દિપેશ દવે અગાઊ ગાંઘીનગર આરોગ્ય વિભાગમા કામ કરી ચુક્યો હતો, તેને જ શહેરની હોસ્પીટલોમા બેડ વઘારવા જેવી કામગીરી સોંપાઈ હતી, સુમનદિપની ઘિરજ હોસ્પીટલ જિલ્લા વહિવટી તંત્રની અંતર્ગત હોવા છતા દિપેશ દવેને જપાલીકાની ઓફિસમા કામ કરવાની છુટ આપી હતી.