અમદાવાદ-

વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાંથી નિધી શરણાગતિ અભિયાન આજે શુક્રવારથી શરૂ કર્યું છે. આ ભવ્ય રામ મંદિર માટે નિધી એકત્ર કરવાનો કાર્યક્રમ છે. રામ મંદિર બનાવવા માટે 1,100 કરોડ જેટલું ભંડોળ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે. દરેક મોટા શહેરોથી લઈ નાના ગામ સુધી આ અભિયાન થકી લોકો પાસે જઈ ભંડોળ માટે દાન એકત્રિત કરવામાં આવશે. આ તમામ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતપોતાનું યોગદાન આપી શકશે.

રામ મંદિર નિર્માણ માટે આજથી દાન અભિયાન ચાલુ કર્યું છે. ગુજરાત એ દાનવીરોની ભૂમિ છે. રામમંદિર નિર્માણ માટે પ્રથમ દિવસના પ્રથમ કલાકમાં ગુજરાતી છવાઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપેલા 5 લાખના દાન બાદ સૌથી મોટું દાન ગુજરાતના હિરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીએ આપ્યું છે. મળતી માહિતી મુજબ ગુજરાતના સુરત શહેરના હિરા કારોબાર સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ધોળકિયાએ રૂપિયા 11 કરોડનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા છેલ્લા લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા છે. રામમંદિરના નિર્માણ માટે હિરા કારોબારી સાથે જોડાયેલા ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો સુરત ટેક્ષટાઈલ માર્કેટ માંથી પણ ૫ લાખ ઉપસાંત સુરત શહેરમાંથી રૂપિયા ૬ કરોડનું દાન રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવ્યું છે.