મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વાસણા ગામે અંગ્રેજી દારૂના જથ્થા સાથે ઝડપાયેલાં મહિલા સરપંચના પતિને ખેડા જિલ્લા એલસીબીએ પાસામાં સુરત જેલમાં ધકેલી દીધાં છે.

મહુધા તાલુકાના વાસણા ગામે ફરજ બજાવતાં મહિલા સરપંચનાં રહેણાંક મકાનમાં જિલ્લા એલસીબી અને મહુધા પોલીસે દરોડો કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતા. અંદાજિત ૫૯૪ દારૂની બોટલ અને સ્વિફ્ટ ગાડીમાંથી પણ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મહુધા પોલીસ મથકમાં કુલ છ લાખ ઉપરાંતની રકમનો પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા સરપંચનાં પતિ સુમિત પટેલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. દરમિયાન ખેડા જિલ્લા એલસીબી પીઆઇ એમ.ડી. પટેલ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલી હતી. આ દરખાસ્તને મંજૂર કરતાં આરોપી સુમિત પટેલની અટકાયત કરી જિલ્લા જેલ સુરત ખાતે મોકલી આપ્યો હતો.