મુંબઈ-

એક વૃદ્ધ વ્યક્તિએ કોરોનાનો બીજો ડોઝ લીધા બાદ એક વિચિત્ર દાવો કર્યો છે. વડીલ કહે છે કે, 'બીજા ડોઝ બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ આવી છે. જેના કારણે હવે સ્ટીલના વાસણો તેના શરીર પર ખૂબ જ સરળતાથી ચીપકી જાય છે. જેમ કોઈ ચુંબક સાથે લોહ પદાર્થો ચીપકે તેવી રીતે આ વૃદ્ધના શરીરમાં વાસણો ચીપકે છે.

મળતી માહિતી મુજબ નાસિકના અરવિંદ જગન્નાથ સોનાર નામના વ્યક્તિનું શરીર બીજો ડોઝ લેવાથી ચુંબકીય થઈ ગયું છે. જ્યારે તેના શરીર સાથે કોઈ વાસણ ચીપકી ગયું તો પરિવારના સભ્યોને લાગ્યું કે કદાચ પરસેવાના કારણે આ વાસણો શરીરમાં ચીપક્યા હશે. જે બાદ અરવિંદ સોનારને નવડાવવામાં આવ્યા હતા. આ પછી પણ, લોખંડની ચીજો તેના શરીરને ચીપકવા લાગી હતી. હાલ આ ઘટના ઘણા દિવસોથી ચાલી રહી છે. આ મામલો ડોકટરો માટે પણ એક પહેલી બન્યો સમાન બન્યો છે. આવી સ્થિતિમાં હવે નાશિક શહેરના તબીબો માટે પણ આ બાબત એક વિચિત્ર પહેલી બની ગઈ છે. ડોકટરો કહી રહ્યા છે કે  'તે સંશોધનનો વિષય છે. અત્યારે આ અંગે કોઈ ટિપ્પણી કરવી ખૂબ જ અઘરી છે. સઘન તપાસ કર્યા પછી, તે તારણ કાઢી શકાય છે કે, આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે છે. હાલમાં, ડોકટરો તેનો અહેવાલ મહારાષ્ટ્ર સરકારને મોકલીશે અને તેમની સૂચના મુજબ કામ કરવામાં આવશે.'