કોલકત્તા-

ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ નેતા બાબુલ સુપ્રિયો આજે ટીએમસીમાં સામેલ થયા છે. ટ્વિટર પર બાબુલ અને મમતાનાં ભત્રીજા અભિષેક બેનર્જીનો ફોટો શેર કરવામાં આવ્યો છે અને આ માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા પીએમ મોદીએ બાબુલ સુપ્રિયોનું રાજીનામુ લઈ તેમને મંત્રીમંડળમાંથી કાઢ્યા હતા.

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં થયેલ વિધાનસભા ચૂંટણી બાદથી ભારતીય જનતા પાર્ટી અને મમતા બનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તકરાર વધતી જઈ રહી છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટા પાયે ટીએમસીના નેતાઓની પેરાશૂટ એન્ટ્રી કરાવવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં ભાજપની હાર બાદ હવે ઊંધો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનાં મોટા મોટા નેતા હવે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે.