સુરત,તા.૩૦ 

મગદ્‌લ્લા પોર્ટ એસીબીજી શીપયાર્ડમાં આવેલા સુર્યા એક્ઝીમ કંપનીશ્વના ડીઝલના ટેન્કરમાંથી ડ્રાઈવર દ્વારા બારોબાર ડીઝલ ચોરી કરવામાં આવતો હોવાની ફરિયાદ કંપનીના મેનેજરશ્વે પોલીસમાં નોંધાવી છે.

ઈચ્છાપોર ભાઠા રોડ વાસુપુજ્ય ગ્રીશ્વન રેસીડેન્સીમાં રહેતા રવિન્દ્ર હરીહરનાથ પાંડે (ઉ.વ.૩૪) છેલ્લા દસ વર્ષથી મગદલ્લા પોર્ટ ખાતે એ.બી.જી શીપયાર્ડ રોડ પ્લોટ નં-૫૧મા આવેલ સુર્યા એક્ઝીમ લીમીટેડ કંપનીમાં લોજીસ્ટીક મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપની કોલસો અને ડીઝલનો વેપાર કરે છે. કંપનીમાં ૨૦ જેટલા માણસો કામ કરે છે. જેમાં હરીકેશ ઉમેશ યાદવ મગદલ્લા પોર્ટથી ટેન્કરમાં ડીઝલ ભરીને દામકા પાટીયા ખાતે કંપનીઓની ગાડીઓમાં ડીઝલ ભરવાનું કામ કરતો હતો. હરીકેશ કંપનીઓની ગાડીમાંથી ડીઝલ ભરાવ્યા બાદ બચતું ડીઝલનો કોઈ હિસાબ આપતો ન હતો જેથી રવીન્દ્રને શંકા જતા ગત તારીખ ૨૮મીના રોજ રવિન્દ્ર, તેના શેઠ શ્વજગદીશપ્રસાદ સાબુ અને સીધ્ધાર્થ ભટ્ટે તેનો પીછો કર્યો હતો. હરીકેશને દામકા પાટીયા ખાતે ગાડીઓમાં ૪૯૦ લીટર જેટલુ ડીઝલ ભરીને પરત ઈચ્છાપોર દામકા પાટીયા આવવાને બદલે મગદલ્લા કેનાલ રોડ ખાતે વોટર પ્લાનટમાં કમ્પાઉન્ટમાં ગયો હતો.