વડોદરા

જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી,

જેના ભાગરૂપે ચૂંટણી વિષયક શ્રેષ્ઠ પરંપરા પાડનારા કર્મયોગીઓને બિરદાવવા બેસ્ટ ઇલેકટોરલ પ્રેક્ટિસિસ એવોર્ડ ૨૦૨૦ જાહેરાત કરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રામ જાેષીના જણાવ્યા પ્રમાણે મતદાર નામ નોંધણી અને મતદાર યાદી તૈયાર કરવામાં ઉમદા યોગદાન આપનારા કર્મયોગીઓને દર વર્ષે આ એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

તે પ્રમાણે ૨૦૨૦ના બેસ્ટ મતદાર નોંધણી અધિકારી તરીકે કરજણના પ્રાંત અધિકારી કે.એલ.પટેલ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે વડોદરા શહેર બેઠકના મામલતદાર એ.બી.ચૌધરી, મતદાર નોંધણીની શ્રેષ્ઠ કામગીરી કરનારા નાયબ મામલતદાર તરીકે કરજણ બેઠકના દમયંતી અગ્રાવત, શ્રેષ્ઠ બીએલઓ નિરીક્ષક તરીકે વડોદરા શહેર બેઠકના અરવિંદ સોલંકી અને સંદીપકુમાર પંડ્યા તથા શ્રેષ્ઠ બીએલઓતરીકે ડભોઇના રાકેશ ઠાકોર, વડોદરા શહેરના ભરત મકવાણા અને સયાજીગંજના અંજુબેન પરમારની જાહેરાત કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ આ લોકોની કામગીરીને પ્રેરક ગણીને અભિનંદન આપ્યા છે. આ કાર્યક્રમમાં વડોદરા ખાતે જિલ્લા અને તાલુકાકક્ષાએ ૧,૩૮૧ લોકો ઓનલાઇન જાેડાયા હતા, જેમાં એનસીસીના બ્રિગેડ ડી.એસ.રાવત, કર્નલ રાહુલ શ્રીવાસ્તવ સહિત ૩ વિશ્વ વિદ્યાલયો અને શિક્ષણ સંસ્થાઓ, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ, એનસીસી, એનએસએસઅને સ્કાઉટ ગાઇડ્‌સ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.