વડોદરા,તા.૧૧

શહેરમાં ધોધમાર વરસાદને કારણે રાવપુરા મેઇને રોડ પર આવેલ વર્ષો જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું. જાે કે આ ઘટનાને પગલે કોઇ જાનહાનિ કે નુકસાન થયું નથી. પાલિકાએ એક વર્ષ અગાઉ અને આજે ફરી મકાન માલિકને મકાન તોડી નાંખવા નોટિસ બજાવી હતી.પણ મકાન દૂર કરે તે પૂર્વે જ આજે આ મકાન ધરાશાયી થયું હતું.અને સાંજે ફરી એક દીવાલ પડતા ફાયર બ્રિગેડની ટીમની દોડધામ વધી હતી.

શહેરમાં શુક્રવારને ધોધમાર વરસાદને કારણે ખાનાખરાબી સર્જાઇ હતી.મૂશળધાર વરસાદને કારણે રાવપુરામાં મેઇન રોડ પર આવેલ વર્ષો જૂનું અને જર્જરિત મકાન આજે ધરાશાયી થયું હતું.આ મકાનની નીચે છ જેટલી દુકાનો મકાન માલિક કિરણ શાહ દ્વારા ભાડે આપવામાં આવી હતી.અને દુકાનો ચાલુ હતી.તે વખતે વરસાદને કારણે મકાન ધરાશાયી થતા પ્રચંડ અવાજે પગલે દુકાનમાંથી લોકો બહાર

અનુસંધાન પાના ૯...

દોડી ગયા હતા. આ સાથે સમગ્ર વિસ્તારનો લોકો પણ અવાજના પગલે દોડી ગયા હતા.જાેત જાેતામાં આખુ મકાનનો કાટમાળ રોડ પર પડી ગયો હતો. જાે કે તે વખતે રોડ પરથી કોઇ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાતા દાંડીયાબજારની ટીમ ત્વરીત પહોંચી ગઇ હતી.અને કોઇ જાનહાનિ ન થાય તે માટે બેરીકેટ કરીને વિસ્તારમાં પ્રવેશ બંધ કરી દીધો હતો.ત્યારબાદ ટીમે રોડ પર પડેલ કાટમાળ ખસેડી રોડ શરુ કરવાની કોશિશ કરી હતી.પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા સમયે જૂના અને જર્જરિત મકાનો ખાલી કરવા કે મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાની નિર્ભયતા હેઠળ નોટિસ આપવામાં આવે છે.નિર્ભયતા શાખા દ્વારા એક વર્ષ પહેલા મકાન માલિક કિરણ શાહને મકાન ખાલી કરવા કે દૂર કરવા નોટિસ બજાવી હતી.પણ કિરણ શાહે ભાડાની લાલચમાં કે અન્ય કારણોસર મકાન દૂર નહી કરતા આજે સવારે ફરી એક વખત નિર્ભયતા શાખાએ ગઇકાલે પડેલ વરસાદ તેમજ વરસાદની આગાહીને જાેતા નોટિસ બજાવી હતી.અને આજે આ મકાન ધરાશાયી થયું હતું.પાલિકા દ્વારા પણ નોટિસ પછી પણ બેદરકારી દાખવવા બદલ મકાન માલિક સામે કાર્યવાહી શરુ કરી હોવાનું જાણવા મળેલ છે.