કારેલીબાગ વિસ્તારમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પુરુષ અધ્યાપન શાળાનું બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડીંગ વર્ષો પુરાણું હોવાથી હાલમાં જર્જરિત થઇ ગયું છે. તેમાં આવેલા મોટાભાગના રૂમોમાંથી પોપડા ખરી રહ્યા છે અને મોટાભાગના રૂમોમાંથી પાણી ટપકે છે.