અમદાવાદ-

ધારાસભ્યની જીદને કારણે સરસપુરમાંથી ચૂંટણી લડવા માગતા દિનેશ શર્માને તેમની આખી પેનલ ઉતારવાની તક ન મળી. આથી પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ ધારાસભ્ય હિંમતસિંહ સાથે ઘર્ષણ ટાળ્યું હતું. તેમણે વચલો માર્ગ કાઢીને હિન્દી પ્રાંતના મતદારોની સંખ્યા ધરાવતા ચાંદખેડામાંથી ટિકિટ મેળવી હતી અને તેની પેનલના ઉમેદવારોને પણ ત્યાંથી ટિકિટ અપાવી હતી. અમદાવાદ મનપાની ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થઇ ગયું છે. આ ગઠબંધનના ભાગરૂપે સરદારનગરમાં એનસીપીના નેતા નિકુલસિંહ તોમરને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી હતી. તોમર કોંગ્રેસના મેન્ડેટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે.

કોંગ્રેસે એનસીપીના ઉમેદવારને ટિકિટ આપતા એનસીપીએ અમદાવાદ મ્યુનિ. એકપણ ઉમેદવારને ઉભા રાખ્યા નથી. એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા પુરતું ગઠબંધન થયું હોવાનું સુત્રોનું કહેવું છે. આથી એનસીપીએ કોઇ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. એસસી કેટેગરીને અસંતોષના મુદ્દે રાત્રે હિંમતસિંહ પટેલના ઘરે હોબાળો થયો હતો.

ઠકકરબાપાનગર, રખિયાલ અને બાપુનગર,સરસપુરમાં એસસી કેટેગરીના દાવેદારોને જાેઇએ તેટલી સંખ્યામાં ટિકિટ મળી હતી નહી. જે નેતાઓ આંદોલન કરતી વખતે હંમેશા હાજર રહેતા હતા તેવા યુવા નેતાઓને ટિકિટ મળી નહીં. આથી કેટલાક યુવા નેતાઓ મોડી રાત્રે હિંમત સિંહના ઘરે પહોંચી ગયા હતા. તેમણે હિંમત સિંહના ઘરે પહોંચીને હોબાળો કર્યો હતો. ધારાસભ્ય ઘરે હતી નહીં અને એટલે તેમના પુત્રએ આખો મામલો સંભાળ્યો હતો. છેવટે હિંમતસિંહના પરિવારજનોએ હિંમતસિંહસાથે ફોન પર વાત કરાવતા કાર્યકરો તેમના ઘરેથી નીકળી ગયા હતા.