વડોદરા : શહેરમાં કોરોના વકરી રહ્યો છે અને રોજે રોજ કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાના પગલે હવે સફાળી જાગી છે અને હવે મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા. સ્કૂલોમાં ૧૦મી એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. જાેકે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય બગડે નહિ તે માટે ઓનલાઇન શિક્ષણ – હોમલર્નિંગ આપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પરીક્ષા ઓનલાઇન લેવાશે. યુનિવર્સિટીઓની ઓફલાઇન પરીક્ષા પણ મોકૂફ રખાઇ હોવાનું જાણવા મળે છે. આ પરીક્ષાનો નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

તાજેતરમાં જ ઓફલાઇન શિક્ષણ શરૃ કર્યું અને તે હજી પાટા પર આવે તે પહેલાં જ પ્રથમ ગ્રાસ મક્ષિકાની સ્થિતિ કોરોનાના વધતાં જ કેસોના પગલે સર્જાઇ છે. શહેરની ઘણી સ્કૂલોના શિક્ષકો જ નહિ પણ તેમના પરિવારો કોરોના પોઝિટીવ આવ્યા છે તેના પગલે શિક્ષકોમાં પણ ગભરાટની લાગણી જન્મી છે. બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં જ અગાઉ જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. શહેરના કોર્પોરેશન વિસ્તાર સિવાયની પેરીફેરી વિસ્તારમાં આવેલી માધ્યમિક અને ઉ.મા. સ્કૂલોમાં સ્વૈચ્છિક રીતે જે વિદ્યાર્થીઓ જશે તેમને શિક્ષણ આપવામાં આવશે. ધો. ૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે. હાલમાં ચાલતુ ઓનલાઇન હોમલર્નિંગ શિક્ષણ ચાલુ રહેશે. યુનિવર્સિટીઓની ઓફલાઇન પરીક્ષા પણ મોકૂફ રખાઇ છે ત્યારે વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ રૃમમાં રહીને શિક્ષણ મેળવી શકશે. ગત વર્ષે ૧૬ માર્ચના રોજ શિક્ષણ બંધની જાહેરાત થઇ હતી તેના બરાબર એક વર્ષે પુનઃ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

શાળા સંચાલકોની આડોડાઇ: શિક્ષકો સ્કૂલમાંથી ઓનલાઇન શિક્ષણ આપે

શહેરની શાળાઓના સંચાલકોના આડોડાઇ સામે શિક્ષકોમાં રોષની લાગણી જન્મી છે. સંચાલકોનો આગ્રહ છેકે, શિક્ષકો સ્કૂલમાં આવીને જ ઓનલાઇન શિક્ષણ આપે. અગાઉ શિક્ષકોએ ઘેર રહીને ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. જાેકે હવે શિક્ષકોને ફરજિયાત સ્કૂલમાં હાજરી આપવાની રહેશે. શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા એક નિષ્ણાતે જણાવ્યું હતુંકે, સ્કૂલોમાં કોરોના પોઝિટીવના કેસો હોવા છતાં જાહેર કરવામાં આવતા નથી.

શહેરના ટ્યૂશન અને કોચિંગ ક્લાસો તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ

વડોદરા

વડોદરા ખાતે કોરોણાની મહામારીને નાથવાને માટે ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા રાજ્યના શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ દ્વારા વડોદરાના ટ્યૂશન અને કોચિંગ ક્લાસો તાત્કાલિક અસરથી બંધ કરવાનો તાકીદનો ર્નિણય લેવાયો છે. તેમજ તેઓ વડોદરા પાલિકાના કમિશ્નર પી.સ્વરૂપ, કલેક્ટર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશ્નર સમશેરસિંઘ સાથે શુક્રવારના રોજ તાકીદની મીટીંગ કરનાર છે. જેમાં શહેરના સિનેમા ગૃહો, મોલો, મુખ્ય ભીડભાડવાળા બજારો, ખાણીપીણીના બજારો સહિતના માસ એકત્ર થાય છે એવા તમામ સ્થળો બંધ કરાવવાને માટે ર્નિણય લે એવી સંભાવનાઓ નકારી શકાતી નથી. ડો.રાવે વડોદરા શહેરની પાલિકાના કમિશ્નર અને આરોગ્ય શાખાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિદની સ્થિતિ

વિષે સમીક્ષા કરી હતી. હાલમાં વડોદરાની કોવિદ હોસ્પિટલોમાં અંદાજે ૨૨૦૦ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે હોસ્પિટલોની ક્ષમતા ૪૫૦૦ બેડની છે. જે જાેતા હાલની માત્ર ૩૦ ટકા ક્ષમતા જ વપરાશમાં છે. તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ડોર ટુ ડોર સર્વેને માટે ૮૮૦ ટીમો કાર્યરત છે. એ ઉપરાંત ૩૪ ધન્વંતરી રથ પૂર્ણ કાર્યરત છે. આજની આ મીટીંગમાં તાત્કાલિક અસરથી વડોદરા શહેરના તમામ ટ્યુશન અને કોચીંગ ક્લાસીસ બંધ કરવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ડો.રાવ શુક્રવારે ૧૯ માર્ચના રોજ સવારે ૧૧ કલાકે ગોત્રી હોસ્પિટલ ખાતે અને બપોરે ૧૨.૧૫ કલાકે એસએસજી હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારબાદ શહેરની તમામ પ્રમુખ ખાનગી હોસ્પિટલોના અગ્રણીઓ સાથે બપોરે ચાર વાગે એસએસજી હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે મીટીંગ કરશે. ત્યારબાદ સાંજે છ કલાકે શહેરના પોલીસ કમિશ્નર, પાલિકાના કમિશ્નર અને કલેક્ટર સાથે સર્કિટ હાઉસ ખાતે મીટીંગ કરશે. વડોદરામાં કોવિદના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.જેને ચિંતાજનક ગણાવીને ડો.વિનોદ રાવે તમામ શહેરીજનોને તમામ પ્રકારની સુરક્ષા અને સાવધાની વર્તવાને માટે અપીલ કરી છે.