રાજપીપળા

રાજપીપળાની રજવાડા વખતની સિવિલ હોસ્પિટલમાં જરૂરી સ્ટાફ અને યોગ્ય સાધનોના અભાવે દર્દીઓ બચી શકતા નથી તેવો સરપંચ પરિષદેે આક્ષેપ કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રાજપીપળાઃસરપંચ પરિષદ ગુજરાત ઝોન પ્રમુખ નિરંજન વસાવા, નર્મદા જિલ્લા જિલ્લા સરપંચ પરિષદ પ્રમુખ જિતેન્દ્ર ભીલ સહિત અન્ય આગેવાનો રાજપીપળા સિવિલ હોસ્પિટલના પ્રશ્નો લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્યમંત્રી કુમાર કાનાણી તેમજ મંત્રી ગણપત વસાવા પાસે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અસુવિધા મુદ્દે રજુઆત કરવા પહોંચ્યા હતા રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામા રાજા રજવાડા વખતની એક માત્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે.જેમા નર્મદાના ૫ તાલુકા અને ઊંડાણના ગ્રામ્ય વિસ્તાર માથી હજારો ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે.આ ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ છે પણ એમાં વર્ષોથી પૂરતા સ્ટાફ અને આધુનિક સાધનોના અભાવે ઇમરજન્સી કેસમા સિરિયસ દર્દીઓને બચાવી શકાતા નથી.સામાન્ય સારવાર બાદ દર્દીને વડોદરા રિફર કરી દેવાય છે, ઘણા દર્દીઓને સમયસર યોગ્ય સરવાર ન મળવાને કારણે રસ્તામાં જ દમ તોડી દે છે, દિવસેને દિવસે મૃત્યુદર વધતો જાય છે. નર્મદામાં વિશ્વની સૌથી ઊંચી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે.વડાપ્રધાનથી માંડીને રાજ્યપાલ, કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ, વિવિધ રાજકીય આગેવાનો સાંસદો, ધારાસભ્ય, અધિકારીઓ, પદાધિકારીઓ મૂલાકાતે તેમના પરીવાર સાથે આવતા હોય છે.ત્યારેઁ લોકોને અને પ્રવાસીઓને કંઈક થાય તો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન મળવાના કારણે તેમને ઈમરજન્સીમા નર્મદા જિલ્લા બહાર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હાલ રાજપીપલામાં નવી હોસ્પિટલ બની રહી છે પણ એને બનતા એક-બે વર્ષ નીકળી જશે.