વડોદરા,તા.૨૪

છત્રપતિ શિવાજી મહારાજ અંગે મહારાષ્ટ્રનાં રાજયપાલે વિવાદસ્પદ નિવેદન આપવાના આરોપ સાથે વડોદરા મરાઠી સમાજમાં રોષ સાથે નારાજગી જાેવા મળી રહી છે. શહેરના મરાઠી સમાજનાં સંગઠનોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી વિવાદસ્પદ નિવેદન કરનાર મહારાષ્ટ્રનાં રાજયપાલ ભગતસિંહ કોશિયારીને તેમના પદ પરથી દુર કરવાની માંગ કરી છે. મરાઠી સમાજે ભારતનાં રાષ્ટ્રપતિને સંબોધી ને આપેલ આવેદનત્રમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રનાં રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ જાહેર સમારોહમાં છત્રપતિ શિવાજી જુના જુના યુગની વાત છે.હવે ડો બાબાસાહેબ આંબેડકર અને નિતિન ગડકરી એ નવા યુગમાં છે. મરાઠી સમાજ આ ટિપ્પણી ને વખોડી કાઢે છે. ત્યારે વિવાદસ્પદ રાજયપાલ ભગતસિંહ કોશિયારીને આ વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને તેમના પદ પરથી હટાવવામાં નહી આવે તો મરાઠી સમાજ શાશક પક્ષ ને મત નહી આપી નોટોનું બટન દબાવી મતદાન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.