પાદરા : પાદરા નગરપાલિકાની મળેલી કારોબારી સમિતિની મિટિંગમાં નગરપાલિકાની બાંધકામ શાખા તરફથી આવેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત તળાવ બ્યુટિફિકેશનના કામના ભાગરૂપે રાત્રિ બજાર બનાવવાના કામે આવેલ ઓનલાઈન ટેન્ડર મેળવવા બાબતે ચીફ ઓફિસર અને કારોબારી સમિતિ નગરપાલિકા દ્વારા કાર્યવાહીને મંજૂરી આપવામાં આવી હતી.  

પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સંજય પટેલના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની મિટિંગ મળી હતી. જેમાં નગરપાલિકાની ઘર વેરા શાખા તરફથી નામફેર કરવા આવેલ ૧૮૬ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. પાલિકાની વિવિધ શાખાઓના આવેલ સેનેટરી, વોટરવર્કસ, બાંધકામ, સ્ટ્રીટલાઈટ, ફોટોગ્રાફી વગેરે આવેલ વાર્ષિક ભાવો ખોલી મંજૂર કરવામાં આવેલ છે. બાંધકામ સમિતિ શાખા તરફથી રોડ રિસરફેસિંગ ગ્રાન્ટ અંતર્ગત આવેલ ઓનલાઈન ટેન્ડર ખોલવા બાબતે ચીફ ઓફિસર-ચેરમેન પાદરા પાલિકાના ચેરમેન સંજય પટેલને સત્તા આપવામાં આવી હતી.