વડોદરા : કોરોનાની મહામારીને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા આંંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું.જાે કે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું પ્રસ્થાપિત કરવામાં રાજ્ય સરકારે આંંશિક લોકડાઉનમાં એક કલાકની રાહત આપીને ત્રીજી વેવને આમંંત્રિત કરવાની કોશિશ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.રાજ્ય સરકારે લોકડાઉન રાત્રીના ૯ થી સવારના ૬ વાગ્યા સુધી જાહેર કર્યું છે.પણ વેપાર,ધંધા રોજગાર કરનારા લોકો માટે સમયમર્યાદામાં કોઇ વધારો કરાયો નથી.

રાજયમાં કોરોનાની બીજી વેવ ઘાતક બની છે.અને હજૂ ત્રીજી વેવ આવવાની શકયતા જણાઇ આવે છે.રાજ્ય સરકારે પોતાનો મતલબ સધાયા પછી લોકોની ચિંતાનો ડોળ કરીને રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી નાઇટ કરફ્યુ જાહેર કર્યો હતો.સાથો સાથ રાજ્ય સરકારે જીવન જરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો સિવાય તમામ વેપાર,ધંધા પર રોક લગાવી હતી.શરુઆતમાં વેપારી મંડળ લોકડાઉનની માંગ કરતા રાજ્ય સરકાર માની ન હતી.અને જયારે રાજ્ય સરકારે વેપાર,ધંધા,દુકાનો બંધ કરાવતા વેપારીઓએ આંંશિક છુટછાટની માંગ કરી હતી.રાજ્ય સરકારે વેપારીઓની લાગણીને ધ્યાને રાખીને સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી ધંધો કરવા પરવાનગી આપી હતી.રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોઇ રાજ્ય સરકારે ફરી એક વખત આંંશિક લોકડાઉનને લઇને નિર્ણય જાહેર કર્યો છે.જેમાં નાઇટ કરફ્યુમાં એક કલાકની રાહત આપીને આવતીકાલથી નાઇટ કરફ્યુ રાત્રીના ૯ થી સવારના ૬ વાગ્યા સુધી જાહેર કર્યો છે.જાે કે સવારના ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી વેપાર, ધંધો રોજગાર કરવા માટેની સમયમર્યાદા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.રાજ્ય સરકારના આંંંશિક લોકડાઉનથી વેપારીઓને ભારે નુકસાન થઇ રહ્યું છે.તેવા સમયે વેપારીઓને કોઇ ફાયદો થવાનો નથી.પણ આ એક કલાકમાં લોકો વિના કારણે ફરવા નીકળી પડશે તેના કારણે માંડ માડ નિયંત્રણમાં આવેલી કોરોનાની બીજી વેવ ત્રીજી વેવને આમંંત્રિત કરે તો નવાઇ નથી.રાજ્ય સરકારે લોકોને ફરવા માટે એક કલાકની રાહત આપી હોવાની ચર્ચા ચાલી રહી છે.