નવી દિલ્હી, તા.૫ 

બોલિવૂડની દુનિયામાં લિંક અપ અને બ્રેક અપ સામાન્ય બાબત હોય છે. બોલિવૂડ અને ક્રિકેટની દુનિયાના લોકો વચ્ચેના અફેર પણ ઘણી વાર સામે આવતા હોય છે. આ અફેરની વાતો આદકાલની નથી પણ દાયકોથી ચાલતી આવે છે. આવો જ એક ચર્ચિત સંબંઘ ભારતીય ક્રિકેટના એ જમાનાના સુપર સ્ટાર અને અત્યંત સોહામણા રવિ શાસ્ત્રી અને બોલિવૂડની એક્ટ્રેસ અમૃતા સિંઘ વચ્ચે હતો.

અમૃતા તેના બિન્દાસ અંદાઝ માટે હંમેશાં જાણીતી રહી છે અને ચર્ચામાં રહી છે. રવિ શાસ્ત્રી મેદાન પર ભલભલા બોલર્સને આસાનીથી ફટકારવા માટે જાણીતો હતો પરંતુ અમૃતાસિંઘ સામે તે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. બંને વચ્ચે ડેટિંગ ચાલતું હતું અને લગ્ન કરી લેશે ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી. જાકે બંનેના સંબંધો લગ્ન સુધી પહોંચે ત્યાં તો બ્રેક અપની વાત સામે આવી ગઈ હતી.એવા પણ સમાચાર હતા કે ૧૯૮૬માં બંનેએ સગાઇ પણ કરી લીધી હતી.

શાસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે હું કોઈ એક્ટ્રેસને મારી પત્ની તરીકે જાતો નથી કેમ કે હું એવી પત્ની ઇચ્છું છું જેની પ્રાથમિકતા મારું ઘર હોય. જ્યારે અમૃતાએ જણાવ્યું હતું કે હુ અત્યારે મારી કરિયર પર ધ્યાન આપવા માગું છું એટલે આ સંબંધ આગળ ધપાવી શકતી નથી.